Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

બેંકો હવે કોઈએક ગૃપને મહત્તમ 30 ટકા લોન આપી શકશે: લિમિટ 5 ટકા વધારી

જુન, 2019માં ગૃપ એક્સપોઝર લિમિટ 25% નિર્ધારિત કરી હતી

અમદાવાદ : રિઝર્વ બેંકે કોરોના સામે લડવા માટે ત્રીજી તાકીદની પ્રેસ કોન્ફરન્સ કરી હતી,જેમાં વ્યાજદર કાપની સાથે EMI મોરેટોરિયમ વધારવાની જાહેરાત કરી છે એટલેકે લોનની ચૂકવણી કરવા માટે વધુ ત્રણ માસનો સમય આપ્યો છે.

અન્ય જાહેરાતો સાથે RBIએ કોઈ એક ગૃપને આપવામાં આવતા લોનની ઉચ્ચતમ મર્યાદામાં પણ વધારો કર્યો છે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોઈએક ગૃપને આપવામાં આવતી લોનની લિમિટ વધારીને 30% કરી છે. અગાઉ આ મર્યાદા 25% હતી.

જુન, 2019માં સેન્ટ્રલ બેંકે ગૃપ એક્સપોઝર લિમિટ 25% નિર્ધારિત કરી હતી અને કોઈ એક પક્ષકારને મહત્તમ 20% જ લોન આપવાની છૂટ RBIએ લેણદારોને આપી હતી.

(12:06 pm IST)