Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

લોકડાઉન ઇફેકટ

પરિવાર માટે સમય મળતા ૫૨% લોકો ખુશ : સર્વે

નવી દિલ્હી તા. ૨૨ : કોરોનાના બચાવ માટે જાહેર કરેલા લોકડાઉન લોકોના પરિવાર અને પરિજનોની સાથે જોડવામાં મદદરૂપ સાબિત થઇ રહ્યું છે.લોકડાઉનમાં પરિવાર અને પ્રિયજનો વચ્ચે રહેવા અંગે ૫૨ ટકા લોકોએ ખુશી વ્યકત કરી છે.

જોકે આ સમયગાળામાં કેટલાક લોકોનો અનુભવ ખરાબ જ રહ્યો છે. ૧૮ ટકા લોકોએ કહ્યું કે લાંબા સમય સુઘી પરિવારની સાથે રહેવાથી તનાવ પેદા થયો છે. આ દરેક પરિણામો જામિયા દ્વારા કરવામાં આવેલા એક અધ્યયનમાં સામે આવ્યા છે.

જામિયા મિલિયા ઇસ્લામિયાની રાષ્ટ્રીય સેવા યોજના એકમો તરફથી કોરોનાના મનોવૈજ્ઞાનિક અને સામાજિક પ્રભાવ વિષય પર આસપાસના ક્ષેત્રોમાં અધ્યયન આયોજિત કરવામાં આવ્યા છે. કુલપતિના નેજા હેઠળ સંપન્ન થયેલા આ અધ્યયન હેઠળ જામિયા, સાહીનબાગ, નૂરનગર, અબુફજલ, ઓખલા વિહાર, બાટલા હાઉસ,જુલેના, તીકોના પાર્ક, હાજી કોલોની, જામિયા શિક્ષક આવાસના નિવાસીઓ સાથે ઓનલાઈન પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. તેમાં અનેક વર્ગો અને શ્રેણીઓના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. તેના જવાબના આધારે પણ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

(11:37 am IST)