Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કોરોના - લોકડાઉન - શ્રમિકો અંગે વિવિધ હાઇકોર્ટે કેન્દ્રને પૂછયા સવાલો : સુપ્રિમ ફગાવી રહી છે PIL

મદ્રાસ હાઇકોર્ટથી લઇને આંધ્રપ્રદેશ અને ગુજરાતથી લઇને કર્ણાટક હાઇકોર્ટે પૂછયા આકરા સવાલો

નવી દિલ્હી તા. ૨૨ : કોરોના સંકટકાળમાં સરકારોની જવાબદારી વધી ગઈ છે. એ દ્રષ્ટિએ જોઈએ તો મદ્રાસ હાઇકોર્ટથી માંડીને આંધ્રપ્રદેશ અને ગુજરાતથી માંડીને કર્ણાટક હાઇકોર્ટ સુધી કોરોના સંક્રમણ, લોકડાઉન અને પ્રવાસી મજૂરોની પીડા પર સરકારોને સખ્ત સવાલ પૂછી રહી છે. જોકે સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર દાખલ જનહિત અરજી ફગાવી દીધી છે. ૪૦૦ પ્રવાસી મજૂરોની ઘર વાપસી સાથે જોડાયેલા મુદ્દા પર ૧૫ મે ના મદ્રાસ હાઇકોર્ટએ રાજય સરકારો અને કેન્દ્ર સરકાર સામે સવાલો ઉભા કર્યા છે.

મહારાષ્ટ્રથી તામિલનાડુ પાછા ફરી રહેલા અંદાજે ૪૦૦ પ્રવાસી મજૂરોને સરહદ પર રોકવા અને તેની સુરક્ષિત વાપસી સાથે જોડાયેલ અરજી પર કોર્ટે સરકારોને સવાલ પૂછયા છે. અરજીની સુનાવણી કરીને ખંડપીઠે કહ્યું, છેલ્લા એક મહિનાથી મીડિયામાં દેખાડવામાં આવેલા પ્રવાસી મજૂરોની સ્થિતિ અંગે કોઈ પણ તેમના આંસુઓને નિયંત્રિત કરી શકતા નથી. એ એક માનવીય ત્રાસદી ઉપરાંત કઈ જ નથી. કોર્ટે એ કહ્યું કે સવાલ એ છે કે હવે કેટલા પ્રવાસી ફસાયા છે. જે હાઇવે પર ફસાયા છે જે હાઇવે પર ચાલીને જઈ રહ્યા છે. કોર્ટે એ પણ પૂછ્યું કે તે પ્રવાસી મજૂરોને ઘર પહોંચાડવા માટે કયાં પગલાં ભરવામાં આવ્યા છે. કોર્ટે તેનો પણ ડેટા માંગ્યો છે.

તે જ દિવસે આંધ્ર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયની એક ખંડપીઠે રાજયમાં ફસાયેલા પ્રવાસીઓની સુરક્ષા સાથે જોડાયેલી જનહિત અરજી પર સુનાવણી કરીને કહ્યું કે જો પ્રવાસીઓની દુર્દશા પર પ્રતિક્રિયા નહીં થઇ તો કોર્ટ તેની ભૂમિકા નિષ્ફળ રહેશે. અરજીમાં કોર્ટને કેસમાં હસ્તક્ષેપ આપવાની માંગ કરવામાં આવી હતી.ઙ્ગ ત્યાર બાદ કોર્ટે પ્રવાસીઓની ભાળ મેળવવા અને તેના માટે ભોજન, વિશ્રામગૃહ અને યાત્રા વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માટે સરકારને અનેક આદેશ આપ્યા.

(11:34 am IST)