Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

દેશમાં કુલ મૃત્યુઆંક ૩૬૦૦ : કુલ કેસ ૧,૧૯,૪૧૯

સૌથી વધુ પ્રભાવિત ૫ રાજ્યોમાં ૮૬ હજારથી વધુ ૭૩ ટકા દર્દી રહેલા છે : દેશના કુલ સંક્રમિતોમાંથી મુંબઇના કુલ ૨૨ ટકા દર્દીઓ : કુલ ૪૮,૯૮૩ સાજા થયા

ઙ્ગનવી દિલ્હી તા. ૨૨ : દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧,૧૯,૪૧૯એ પહોંચી છે અને ૪૮,૯૮૩ લોકો સ્વસ્થ થયા છે તેમજ કુલ મૃત્યુઆંક ૩૬૦૦ એ પહોંચ્યો છે. તેમાં સૌથી વધુ પ્રભાવિત ૫ રાજ્યોમાં ૮૬ હજારથી વધુ ૭૩ ટકા દર્દી એકલા મહારાષ્ટ્રમાં ૪૧,૬૪૨ સંક્રમિત છે તેમાંથી મુંબઇમાં અત્યાર સુધીમાં ૨૫,૫૦૦ કેસ આવી ચૂકયા છે. મહારાષ્ટ્રના કુલ સંક્રમિતોમાં મુંબઇના દર્દી ૬૧ ટકા છે. દેશના કુલ સંક્રમિતોમાં મુંબઇના દર્દીની ભાગીદારી ૨૨ ટકા છે. ગઇકાલે દેશમાં ૬૦૨૫ કેસ નોંધાયા છે તે એક દિવસમાં સંક્રમિતોનો બીજો સૌથી મોટો આંકડો છે.

મધ્યપ્રદેશમાં ૨૪૬ નવા કેસ સામે આવ્યા છે. ઇન્દોરમાં ૫૯, ઉજ્જૈનમાં ૬૧, ભોપાલમાં ૨૭, ખંડવામાં ૨૨, મુરૈનામાં ૧૪ અને બુરહાનપુરમાં ૧૩ પોઝિટિવ દર્દી મળ્યા છે.

મહારાષ્ટ્રમાં ગઇકાલે ૨૩૪૫ નવા કેસ નોંધાયા. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૪ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ૪ લાખથી વધુ લોકોને કોરોન્ટાઇન કરાયા છે.

૨૪ કલાકમાં યુપીમાં ૩૪૦, રાજસ્થાનમાં ૨૧૨, દિલ્હીમાં ૫૭૧, બિહારમાં ૨૧૧ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

(3:45 pm IST)