Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

અંતરિક્ષમાં જશે માનવઃ સ્પેસ એકસના રોકેટ- કેપ્સ્યુલની ૨૭મીએ ઉડાન

કવારન્ટીનથી નિકળી અંતરિક્ષયાત્રી ડગ હર્લે અને બેહનકેન નાસાના મિશન માટે ફલોરીડા પહોંચ્યા

વોશીંગ્ટનઃ અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ ઐતિહાસીક માનવ અંતરીક્ષ મિશન આવતા અઠવાડીયે બુધવારે લોન્ચ કરાશે. એસ્ટોનોટ ડગ હર્લે અને બેહનકેન એલન મસ્કની કંપની સ્પેસ એકસના રોકેટ ફાલ્કન ૯ અને કેપ્સુલ ડ્રેગનની મદદથી આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશન (આઈએસએસ) રવાના થશે.

વર્ષ ૨૦૧૧ બાદ આ પહેલીવાર થશે જયારે અમેરિકાની ધરતીથી ખાનગી કંપનીના રોકેટ અને કેપ્સુલથી મિશનને અંજામ અપાશે. પોતાના અંતરીક્ષ મિશન માટે ડગ હર્લે અને બહેનકેન ફલોરીડામાં કેપ કૈનારવલ સ્થિત કેનેડી સ્પેસ સેન્ટર પહોચ્યા છે. બન્ને ટેકસાસના માનવ અંતરિક્ષયાન મુખ્યાલયમાં કવોરન્ટીન હતા. માનવ મિશનની યોજનાબધ્ધ લોન્ચીંગ માટે બન્ને ફલોરીડામાં પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે. હર્લે અને બેહનકેન ગ્રાઉન્ડ- સપોર્ટ સ્ટાફ સાથે મળીને એક ક્રુ ડ્રાઈ ડ્રેસ રિહર્સલ કરશે.

ફાલ્કન રોકેટના પહેલા તબકકામાં બધા ૯ એન્જીન ચાલુ કરીને જોવાશે કે તે મિશન માટે તૈયાર છે કે નહી. નાસા પોતાના મિશન માટે હંમેશા પોતાના અંતરિક્ષ યાનોનો ઉપયોગ કર્યા છે પણ છેલ્લા મિશન બાદ ૨૦૧૧માં અંતરિક્ષ શટલ સેવા નિવૃત થયેલ. આ પાંચમીવાર છે જયારે અમેરિકી અંતરિક્ષ યાત્રી નવા યાનથી મિશન માટે રવાના થશે.

માનવ મિશનના પ્રમુખનું રાજીનામુ

નાસાના ઐતિહાસીક માનવ મિશન કાર્યક્રમના પ્રમુખ ડગ લોવેરોએ મિશનથી થોડા દિવસો પહેલા પોતાના પદેથી રાજીનામું આપ્યુ હતું. તેમને ગયા ઓકટોબરમાં નિયુકત કરાયા હતા. જો કે તેમના રાજીનામા પાછળનું કારણ જાણવા નથી મળ્યું પણ આ વર્ષની શરૂઆતમાં નાસાના સાથી કર્મચારીઓને મોકલેલ ઈ- મેલની કોપી ગણાવાઈ રહી છે.

ક્ષુદ્રગ્રહ બેનુનો નમૂનો લાવશે સ્પેસક્રાફટ

નાસાનું સ્પેસક્રાફટ ધ ઓરિજીંસ, સ્પેકટ્રલ ઈન્ટરપ્રીટેશન, રિસોર્સ આઈડેન્ટીફિકેશન, સિકયોરીટીરીગોલીથ એકસપ્લોરર (ઓએસઆઈઆરઆઈએસઆરઈ એકસ) લાંબા સમય સુધી ક્ષુદ્ર ગ્રહ બેનુની પરિક્રમા કર્યા બાદ તેની સપાટીએ ઉતરવા તૈયાર છે. ડિસેમ્બર ૨૦૧૮માં યાન બેનુની કક્ષામાં પહોંચી ગયેલ. અધ્યયન માટે ક્ષુદ્રગ્રહની સપાટીથી નમુના લેવાનો ૨૦ ઓકટોબર સ્પેસક્રાફટ પહેલો પ્રયાસ કરશે.

(11:21 am IST)