Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

મિલકત રજિસ્ટ્રેશન માટે આધાર અથવા પેન ફરજિયાત બનશે

મોદી સરકાર સંસદના આગામી સત્રમાં સુધારા ખરડો રજુ કરશે

નવી દિલ્હી તા. રર :.. હવેથી દેશમાં રજિસ્ટ્રેશન માટે લોકોએ પેન કાર્ડ અથવા આધાર કાર્ડ રજૂ કરવું પડશે. થોડા સમય પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારના નિયમનો સંકેત આપવામાં આવ્યો હતો અને હવે આ સિસ્ટમ અમલી બનાવવા તરફ સરકારે આગેકૂચ કરી છે.

સંસદના આગામી સત્રમાં આ માટેનો સુધારા ખરડો રજૂ થવાની શકયતા છે. સરકાર એમ માને છે કે આ પગલાથી દેશમાં જમીનની છેતરપીંડીને લગતા કેસ પર અંકુશ  આવશે અને બેનામી વ્યવહારોને નિયંત્રીત  કરી શકાશે.

આ કામગીરી સાથે સંકળાયેલા સરકારના ટોચના અધિકારીઓએ એવી માહિતી આપી છે કે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ આવતા જમીન ક્રોત વિભાગ દ્વારા સમગ્ર દરખાસ્ત તૈયાર થઇ રહી છે અને સંસદના હવે પછીના સત્રમાં સુધારા ખરડો રજૂ થશે.

તેમણે કહયું કે, રજિસ્ટ્રેશન સુધારા ખરડામાં કેટલીક નવી જોગવાઇઓનો ઉમેરો કરવામાં આવશે અને સંસદમાં આ બારામાં લાંબી ચર્ચા પણ થશે એમ માનવામાં આવે છે. સુધારા ખરડામાં એવી જોગવાઇ કરવામાં આવશે કે પ્રોપર્ટી રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડ અથવા પેન કાર્ડ અથવા એના જેવું કોઇ બીજું પ્રુફ જેમ કે ડ્રાઇવીંગ લાઇસન્સ વગેરે ફરજિયાત આપવું પડશે.

(11:03 am IST)