Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કોરોનાની મહામારીઃ વિપક્ષની સૌથી મોટી બેઠક યોજાશે સોનિયા ગાંધી સહિત ૧૮ પક્ષોના નેતાઓ થશે સામેલ

સપા-બસપા વગેરે નહિ જોડાય

નવી દિલ્હી,તા.૨૨: કોરોના મુદ્દે આજે વિપક્ષના નેતાઓની મહત્વની બેઠક મળવાની છે. આ બેઠક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં મળશે. આબેઠકમાં પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરે, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરન, એનસીપી નેતા શરદ પવાર, ડીએમકે નેતા એમકે સ્ટાલીન સહિત ૧૮ પાર્ટીના નેતા હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે આ બેઠક વીડિયો કોન્ફરન્સથી યોજાશે , સાથે સાથે યોજાનારી આ બેઠકમાં મમતા બેનર્જી મોડેથી સામેલ થશે. બેઠકમાં કોરોના અને લોકડાઉન અંગે સરકારે ઉઠાવેલા પગલાં અંગે ચર્ચા કરવામાં આવશે..  મહત્વપૂર્ણ છે કે, ગત્ત્। દિવસે પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. તો ઉદ્ઘવ ઠાકરે પણ કેન્દ્ર સરકાર પર અનાજ મુદ્દે આકર પ્રહાર કરી ચૂકયા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ભેદભાવનો ગંભીર આરોપ લગાવીને કહ્યું હતું કે આવા સમયે કેન્દ્રએ રાજનીતી ના કરવું જોઈએ. તેમણે જણાવ્યું કે રાજય કોરોના સામેની લડતમાં સારું કામ કરી રહ્યું છે.

વિપક્ષની આ બેઠક કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાશે. ગુલામ નબી આઝાદ અને એકે એન્ટની પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી આ બેઠકનો ભાગ રહેશે. તૃણમૂલ કોંગ્રેસ વતી ડેરેક ઓ બ્રાયન પણ બેઠકમાં હાજર રહેશે. જોકે, મમતા બેનર્જી થોડા સમય પછી બેઠકમાં ભાગ લેશે. અહેવાલ આવ્યા છે કે શુક્રવારે મમતા બેનર્જી પીએમ મોદી સાથે બંગાળના તોફાન પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કરશે.

(11:46 am IST)