Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

જિયો પ્લેટફોર્મની 5મી મોટી ડીલ : 11.367 કરોડનું રોકાણ કરશે અમેરિકી કંપની KKR

જિયો પ્લેટફોર્મમાં KKRનું એશિયામાં સૌથી મોટું રોકાણ

મુંબઈ : રિલાયન્સની જિયો પ્લેટફોર્મે વધુ એક મોટી ડીલ કરી છે. જિયો પ્લેટફોર્મે જાહેરાત કરી છે કે અમેરિકી કંપની KKR જિયોમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ ડીલ પછી જિયો પ્લેટફોર્મની ઈક્વિટી વેલ્યૂ 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઈઝ વેલ્યુ 5.16 લાખ કરોડ રૂપિયા થઈ જશે.

જિયો પ્લેટફોર્મમાં KKRનું એશિયામાં સૌથી મોટું રોકાણ છે. KKR આ રોકાણ દ્વારા જિયો પ્લેટફોર્મમાં 2.32 ટકા ઈક્વિટી ભાગીદારી ખરીદી લેશે. અત્યાર સુધી ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા, જનરલ એટલાન્ટિક અને KKR જિયો પ્લેટફોર્મમાં કુલ 78,562 કરોડ રૂપિયાના કુલ રોકાણની જાહેરાત કરી ચૂક્યા છે.

તાજેત્તરમાં જ અમેરિકાની કંપની જનરલ એટલાન્ટિકે પણ જિયો પ્લેટફોર્મમાં લગભગ 6,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. રિલાયન્સે જણાવ્યું હતું કે જનરલ એટલાન્ટિકે તેમના ડિજિટલ એકમ જિયો પ્લેટફોર્મમાં 1.34 ટકા ભાગીદારી માટે 6598.38 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે.

(10:48 am IST)