Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બસની રાજકારણ ફૂલ સ્પીડમાં : રાજસ્થાન સરકારે UP સરકારને મોકલ્યું 36 લાખનું બિલ

ગેહલોત સરકારે કોટાથી વિદ્યાર્થીઓને યુપીની સરહદ સુધી મોકલ્યા હતા તેનું બિલ ફટકારી જદલી ચુકવણી કરવા તાકીદ કરી

નવી દિલ્હી : પ્રવાસી શ્રમિકોને લઇને કોંગ્રેસ અને યુપી સરકાર વચ્ચે બસ પોલિટિક્સને લઇને રાજકારણમાં ફરી ગરમાવો જોવાયો છે બસો સાથે જોડાયેલો એક વધુ મામલો ચર્ચામાં આવ્યો છે. કોંગ્રેસ શાસિત રાજસ્થાન સરકારે હવે યુપીની યોગી સરકારને અંદાજે 36 લાખનું બિલ મોકલ્યું છે. આ બિલ એ બસોનું છે જે ગત દિવસોમાં ઉત્તર પ્રદેશના બાળકોને કોટાથી યુપીની સરહદ સુધી લઇ ગઇ હતી. રાજસ્થાન સરકારે જલ્દી ચુકવણી માટે અપીલ પણ કરી છે.

  ઉત્તરપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી બસ પોલિટિક્સ બીજા તબક્કામાં પહોંચી ગઈ છે. યુપી સરકારને 1 હજાર બસ આપવાના કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પ્રસ્તાવ પર હજુ રાજનીતિ ઠંડી નથી થઈ ત્યારે હવે રાજસ્થાનની કોંગ્રેસ સરકારે યુપીની યોગી સરકારને 36 લાખ 36 હજારનું બિલ મોકલ્યું છે.

  રાજસ્થાનના કોટાથી ઉત્તરપ્રદેશના વિદ્યાર્થીઓને પરત મોકલવા માટે રાજસ્થાન સરકારે 70 બસ ઉપલબ્ધ કરાવી હતી. જે મામલે હવે બિલ મોકલ્યું છે. આ સાથે યોગી સરકારને તાત્કાલિક બિલ ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે.

 અત્રે ઉલેલ્ખનીય છે કે રાજસ્થાનમાં 12 હજાર જેટલા વિદ્યાર્થી ફસાયા હતા. યુપી સરકારે 560 બસ વિદ્યાર્થીઓને તેમના ઘર સુધી પહોંચાડવા માટે મોકલી હતી. જોકે વિદ્યાર્થી વધુ હોવાથી બસ ખુટી હતી. આ દરમિયાન રાજસ્થાન સરકારે 70 બસ ઉપલબ્ધ કરાવી હતી. જેનું હવે 36 લાખ જેટલું બિલ માગી રહી છે.

(9:23 am IST)