Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

રિલાયન્સના ઐતિહાસિક રાઈટ ઇસ્યુની ભારે માંગ: બે દિવસમાં ૫૩ ટકાનો ઉછાળો

૫૩,૧૨૫ કરોડ એકત્ર કરવા માટેના ઐતિહાસિક રાઈટ ઇસ્યુમાં રોકાણકારોનો રસ વધ્યો

 

  મુંબઈ :દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના હાલના ૧૫ શેર સામે શેર રાઈટ (એટલે કે હકના ધોરણે) આપી રૂ.૫૩,૧૨૫ કરોડ એકત્ર કરવા માટેના ઐતિહાસિક રાઈટ ઇસ્યુમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે. તા.૧૪ના રોજ કંપનીના ચોપડે હોય તેવા દરેકને શેરના રાઈટ મળ્યા છે. ઇસ્યુ તા. જુન સુધી ખુલ્લો રહેવાનો છે.

રૂ.૧૨૫૭ના ભાવે મળનારા રાઈટ ઇસ્યુમાં અરજી સાથે રોકાણકારે રૂ.૩૧૪.૨૫ (એટલે કે ૨૫ ટકા) રકમ ભરવાની છે. બીજા ૨૫ ટકા મે ૨૦૨૧માં અને બાકીના ૫૦ ટકા કે રૂ.૬૨૮.૫૦ નવેમ્બર ૨૦૨૧માં ભરવાના છે. દેશના કોર્પોરેટ ઈતિહાસમાં આટલી મોટી રકમ એકત્ર કરવા માટે રાઈટ ઇસ્યુમાં સૌથી મોટું ભરણું છે. કંપની ઇસ્યુ થકી ઉભી થયેલી રકમના ૭૫ ટકા જેટલું દેવું ઘટાડવા માટે કરશે એવું કંપનીએ ઓફર દસ્તાવેજમાં જણાવ્યું છે.

ભારતમાં પ્રથમ વખત કોઇપણ શેરના રાઈટના હક્કની ખરીદી અને વેચાણ માટેની પણ સેબીએ મંજુરી આપી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર તા.૨૦ એટલે કે બુધવારે રાઈટ ઇસ્યુ ખુલ્યો હતો અને તેના પ્રથમ દિવસે હક્કના ભાવ ૪૦ ટકા વધીન બંધ આવ્યા હતા.

સેબીએ આપેલી નવી મંજુરી અનુસાર રિલાયન્સના રાઈટના હક નેશનલ સ્ટોક એક્સચેન્જ ઉપર આરઆઈએલ આરઈ અને બોમ્બે સ્ટોક એકચેન્જ ઉપર રિલાયન્સએલઆર કોડથી ટ્રેડ થઇ રહ્યા છે. કોઈ વ્યક્તિ ટ્રેડીંગમાં ભાગ લઇ તેની ખરીદી કરી શકે છે અને તે વધારાના હક્ક મેળવી શકે છે. નવી સીસ્ટમ અનુસાર રિલાયન્સના હક્કનું સેટલમેન્ટ ટ્રેડ તું ટ્રેડ રીતે થશે અને તેનું ટ્રેડીંગ તા.૨૯ મે સુધી ચાલશે

 

(11:51 pm IST)