Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

મુસાફરોને મોટી રાહત: રેલવે રિઝર્વેશન કાઉન્ટર ખુલશે : એજન્ટ દ્વારા પણ ટિકિટ બુક કરાવી શકાશે

નવી દિલ્હી : દેશભરના મુસાફરોને મોટી રાહત મળી છે  ભારતીય રેલવેનું રિઝર્વેશન કાઉન્ટર આવતીકાલથી ખુલશે. રેલવેએ જણાવ્યું કે, ટીકિટોના રિઝર્વેશન માટે રિઝર્વેશન કાઉન્ટર અને સામાન્ય સેવા કેન્દ્ર 22 મેથી ખોલવામાં આવશે. એટલું જ નહી, એજન્ટ દ્વારા પણ ટીકિટ બુક કરાવી શકાશે

 રેલવેએ જણાવ્યું કે, ઝોન કાઉન્ટર માટે સ્ટેશનોની ઓળખ કરી રહ્યાં છીએ જેથી ઝડપથી સેવાઓ પૂર્વવત કરી શકાય. રેલવેએ આ જાહેરાત 1લી જુનથી 200 ટ્રેન દોડાવવાના નિર્ણયના એક દિવસ બાદ કરી છે. જેનું બુકિંગ આજે સવારે 10 વાગ્યાથી શરૂ થયું હતું.

 રેલવેએ 25 માર્ચથી મુસાફરી, મેલ અને એક્સપ્રેસ ટ્રેનો બંધ કરેલી હતી. આ પહેલાં કેન્દ્રીય રેલ અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું કે, ટ્રેનોની બુકિંગ શુક્રવારથી 1.7 લાખ સામાન્ય સેવા કેન્દ્રો પરથી ફરીથી શરૂ થશે.

(11:47 pm IST)