Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

હરિયાણામા બીજેપી ધારાસભ્યએ ઉડાવી લોકડાઉનની મજાકઃ કાર્યકર્તાઓની ભીડ વચચે કર્યુ ગૌશાળાનુ ઉદ્ઘાટન

મોદી સરકાર દ્વારા દેશમાં કોરોના વાયરસના કહેરને રોકવા માટે લગાવવામા આવેલ લોકડાઉનનુ કડકાઇથી પાલનમાં જયાં હજારો આમ લોકોને લોકડાઉન ઉલ્લંઘનના આરોપમાં પોલીસના ડંડાથી લઇ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે છે લોકડાઉનનો હવાલો આપી લાખો મજુર કામ વગર અને ભોજન વગર બીજા પ્રદેશોમાં ફસાયેલા છે.

જયારે હરિયાણામાં સતાધારી બીજેપીના નેતા અને કાર્યકર્તા ખુલેઆમ લોકડાઉનનુ ઉલંઘન કરી સરકારના આદેશોની મજાક કરી રહ્યા છે. બીજેપીના ધારાસભ્ય વિનોદ ભયાનાએ લોકડાઉન હોવા છતાં એક સાર્વજનિક સભામા ગૌશાળાનુ ઉદ્ઘાટન કર્યુ મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તા અને ગૌરક્ષક પણ હાજર હતા મોટી ભીડ ઉમટી નિયમના ધજાગરા ઉડયા.

(8:39 am IST)