Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યા ૪૦ હજારની નજીકઃ ૧૦ હજારથી વધુ સાજા થયા

મુંબઇઃ દેશના અલગ-અલગ ભાગોમા સતત કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. કોરોના પ્રભાવિત રાજયોમાં મહારાષ્ટ્ર પહેલા નંબર પર છે રાજયમા કોરોના દર્દીઓની સંખ્યા ૩૯૨૯૭ છે. આમા ૨૭૫૮૯ સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં ૧૦૩૧૮ લોકો સારવાર પછી ડિસ્ચાર્જ થયા છે. ૧૩૯૦ લોકોના મોત થઇ ચૂકયા છે.

(12:00 am IST)