Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ભારત ચીન બોર્ડર ઉપર ચીનના સંભવિત આક્રમણથી સાવચેત રહેજો : બંને દેશ વચ્ચેની દરિયાઈ સીમા ઉપર ચીનની વધી રહેલી અવરજવર ખતરારૂપ : અમેરિકાની ભારતને સલાહ

વોશિંગટન : અમેરિકાના સાઉથ એશિયા વિભાગના રાજદૂત એલાઇસ વેલસએ ભારતને બોર્ડર ઉપર ચીનના સંભવિત આક્રમણ સામે સાવચેત રહેવા જણાવ્યું છે.તેમણે ઉમેર્યું હતું કે ચીન હુમલો કરવા તૈયારી કરી રહ્યું હોવાનું જાણવા મળે છે.જે બોર્ડર ઉપરની જમીનની માલિકી માટેનો છે.તેમજ બંને દેશ વચ્ચેની દરિયાઈ સીમા ઉપર પણ ચીનની વધી રહેલી અવરજવર ખતરારૂપ છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 1962 ની સાલમાં ચીન હુમલો કરી ચૂક્યું છે અને ભારતની અમુક જમીન ઉપર કબ્જો જમાવીને બેઠું છે.અને હજુ પણ 90 હજાર ચોરસ મીટર જેટલી ભારતની જમીન ઉપર તેનો ડોળો છે.

(5:39 pm IST)