Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

નિર્ભયા કેસ :નવું ગતકડું : હવે દોષી વિનય માનસિક રીતે બીમાર હોવાનો વકીલનો દાવો

દોષી વિનયે આ અરજી દાખલ કરીને પોતાની ફાંસીની સજા માફ કરવાની માંગણી કરી

નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષી સતત ફાંસીની સજા માફ કરવા માટે નવાં નવાં ગતકડાં કરી રહ્યા છે. દોષી વિનય શર્માએ હવે રાષ્ટ્રપતિ તરફથી રદ કરવામાં આવેલી દયા અરજીની પ્રક્રિયા પર સવાલ ઉઠાવીને કોર્ટમાં દલીલ કરી છે કે તેની માનસિક હાલત સારી નથી. દોષી વિનયે આ અરજી દાખલ કરતાની સાથે જ પોતાની ફાંસીની સજા માફ કરવાની માંગણી કરી છે. સુપ્રીમ કોર્ટે  રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી રદ કરી નાખવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી વિનય શર્માની અરજી પર શુક્રવાર સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો.હતો
  સુપ્રીમ કોર્ટમાં જ્યારે દોષી વિનય શર્માની અરજી પર સુનાવણી ચાલી રહી હતી ત્યારે દોષીના વકીલ એ.પી. સિંહે કોર્ટને જણાવ્યું કે વિનયની માનસિક હાલત સારી નથી. વકીલે દાવો કર્યો કે માનસિક રીતે પ્રતાડિત કરવાને કારણે વિનયની માનસિક હાલત સારી નથી, આ કારણે તેને ફાંસી ન આપી શકાય. વકીલે જણાવ્યું કે મારા ક્લાઇન્ટને જેલના તંત્ર તરફથી પહેલા પણ અનેક વખત હોસ્પિટલ મોકલવામાં આવી ચુક્યો છે, તેને દવા પણ આપવામાં આવી છે.
વકીલે કોર્ટમાં કહ્યું કે કોઈ પણ વ્યક્તિને મેન્ટલ હૉસ્પિટલમાં ત્યારે જ મોકલવામાં આવે છે જ્યારે તેની માનસિક હાલત સારી ન હોય. આવા સમયે માનસિક રીતે કમજોર વ્યક્તિને ફાંસી ન આપી શકાય.

(8:59 pm IST)