Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

હાર્વર્ડ અને યલે યુનિવર્સીટી પાસે વિદેશી ફંડનો હિસાબ માગતું યુ.એસ.ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન : કતાર ,ચીન ,સાઉદી અરેબિયા ,યુએઈ સહિતના દેશોએ આપેલા કરોડો ડોલરનો હિસાબ આપો : સ્ટુડન્ટ્સ ,ડોનર્સ ,તથા સ્પોન્સર્સને પારદર્શક વહીવટ માટે હિસાબ માંગવાનો અધિકાર છે : ખાતાકીય તપાસ શરૂ

વોશિંગટન : અમેરિકાના ન્યુહેવન કનેક્ટિકટમાં આવેલી યલે યુનિવર્સીટી તથા કેમ્બ્રિજ મેસ્સેચ્યુએટ્સમાં આવેલી હાર્વર્ડ યુનિવર્સીટીને વિદેશોમાંથી મળેલા ફંડનો યુ.એસ.ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનએ હિસાબ માંગ્યો છે જેમાં જણાવ્યા મુજબ આ બંને યુનિવર્સીટીઓએ છેલ્લા 4 વર્ષ દરમિયાન કતાર ,ચીન,સાઉદી અરેબિયા ,યુએઈ સહિતના દેશોમાંથી મેળવેલા કરોડો ડોલરનો હિસાબ આપ્યો નથી.જે સ્ટુડન્ટ્સ ,ડોનર્સ ,સ્પોન્સર્સ સહિતનાઓ આપવા તેઓ બંધાયેલા છે અને આ હિસાબ માંગવાનો તેમને અધિકાર છે.જે પારદર્શક વહીવટ માટે જરૂરી હોવાનું જણાવી આ અંગે તપાસ શરૂ કરી દેવાઈ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:45 pm IST)
  • ચીનમાં ધુબકા મારતો મોતનો આંક વધે છેઃ ૧ જ દિવસમાં ૧૫૧૩૩ને કોરોના વળગ્યો : ૧ દિવસમાં માત્ર ૧૧૭૦ જ રીકવર થયાઃ કુલ મૃત્યુ : ૧૩૬૭ : વાયરસ ગ્રસ્ત : ૫૯૮૬૩ ૧૬૦૬૭ લોકો અંડર ઓબ્ઝર્વેશનઃ ૫૯૧૨ લોકો સાજા થઈ ગયા છેઃ છેલ્લા ૫ દિવસમાં પ્રત્યેક દિવસે ૧૦૦થી વધુ મોત થયા ન હતા પરંતુ આજ સવાર સુધીમાં ૨૪ કલાકમાં ૨૫૩ ચીની નાગરીકોના મોત થયા : ૧ દિ’માં સીધો ડબલ મૃત્યુઆંક : આખા વિશ્વ માટે ખતરનાક સ્થિતિ access_time 11:45 am IST

  • મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં 16 વર્ષની દલિત કિશોરી ઉપર છ મહિનાથી 10 લોકો બળાત્કાર ગુજારતા હતા : પાંચ નરાધમો ઝડપાયા access_time 11:28 pm IST

  • લખનૌની કોર્ટમાં ભયાનક બ્લાસ્ટઃ અનેક ધારાશાસ્ત્રી ઘાયલઃ કોર્ટમાંથી ૩ જીવતા બોમ્બ મળી આવ્યા access_time 1:05 pm IST