Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ચીનમાં કોરોના વાયરસના કારણે જીરૂના નિકાસને અસર: જીરાના ભાવમાં 30થી 40 રૂપિયાનો ઘટાડો

ઊંઝા જીરાના ભરાવાથી ઉભરાયુ: ચીનમાં છેલ્લા ઘણા સમયથી નિકાસ બંધ

 

ઊંઝા : ચીનના કોરોના વાયરસની અસર તળે જીરુ પણ ધીમું પડી ગયું છે. ચીનમાં થોકબંધ નિકાસ કરાતું જીરુ હાલમાં આયાત નિકાસના સોદાના અભાવે મંદીમાં સપડાઇ ગયું છે માત્ર જીરુ જ નહીં પણ અન્ય કોમોડીટીમાં પણ કોરોનાના કારણે કમઠાણ સર્જાઇ છે.

જીરાનું હબ ગણાતું ઊંઝા હાલમાં જીરાના ભરાવાના કારણે ઉભરાયુ છે. મહેસાણામાં જીરાનો ભરાવો થવાનું કારણ ચીનનો કોરોના વાયરસ છે.હાલમાં ચીનમાં કોરોના વાયરસની અસર તળે બજારો બંધ છે. જેથી વર્ષ 50 હજાર ટન જીરાની જ્યાં નિકાસ થાય છે તે ચીનમાં હાલમાં છેલ્લા ઘણા સમયથી નિકાસ બંધ છે જેના કારણે સ્થાનિક સ્તરે જીરાનો જથ્થો ભરાઇને પડયો છે. જેથી હાલમાં સ્થાનિક બજારમાં જ જીરાના ભાવમાં કિલોએ 30 થી 40 રૂપિયાનો કડાકો બોલી ગયો છે. જેથી જીરૂ વાવતા ખેડૂતો માટે કપરી સ્થિતી સર્જાઇ છે.માત્ર જીરૂ જ નહીં પરંતુ અન્ય કમોડીટીમાં પણ આવી જ સ્થિતી છે. છેલ્લા એક મહિનાથી મોટાભાગની એગ્રિ કોમોડિટીમાં ૫-૧૦ ટકા સુધીની મંદી જોવા મળી છે  .

(1:03 am IST)