Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મોદી સરકારને વધુ એક ઝટકો : ભારતીય રેલવેની કમાણી 10 વર્ષના તળિયે : કેગના રિપોર્ટમાં ધડાકો

ઉચ્ચ વૃદ્ધિ દર પણ ખાદ્યનું મુખ્ય કારણ : બે વર્ષોમાં IBR-IAFનાં અંતર્ગત એકઠા કરાયેલ રૂપિયાનો વપરાશ થયો નથી

નવી દિલ્હી : મોદી સરકાર દેશમાં બુલેટ ટ્રેન લાવવાની તૈયારીમાં સતત વ્યસ્ત છે. ત્યારે બીજી તરફ ભારતીય રેલ્વે 10 વર્ષોની સૌથી ખરાબ સમયમાં પહોંચી છે.  આ વાતની ગંભીર નોધ કેગે લીધી છે. કેગનાં રિપોર્ટ મુજબ ભારતીય રેલ્વેની કમાણી છેલ્લા દસ વર્ષોમાં સૌથી નિચલા સ્તરે પહોંચી છે. રેલ્વેનું પિરચાલન કંમાણી નાણાંકીય વર્ષ 2017-18માં 98.44 ટકા પહોંચ્યું છે.

   કેગનાં આંકડાઓને સરળતાથી સમજીએ તો રેલ્વે 98 રૂપિયા 44 પૈસા લગાવીને ફક્ત 100 રૂપિયાની કમાણી કરી રહી છે. એટલે કે રેલ્વેને ફક્ત 1 રૂપિયો અને 56 પૈસાનો નફો થઈ રહ્યો છે. જો વ્યાપારિક દ્રષ્ટીએ જોઈએતો તે અત્યારે સૌથી ખરાબ પરિસ્થિતીમાં છે. આનો સીધો અર્થ એ છે તે પોતાનાં તમામસંસાધનોથી રેલ્વે 2 ટકા જેટલું પણ કમાણી કરતી નથી

   કેગની રિપોર્ટ  મુજબ  ખાધનું મુખ્ય કારણ ઉચ્ચ વૃદ્ધિ દર છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ષ 2017-18નાં નાણાંકીય વર્ષમાં 7.63 ટકા સંચાલનમાં ઓપરેટિંગ ખર્ચની સરખામણીએ વૃદ્ધિ દર 10.29 ટકા હતો.

કેગના ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2008-09માં રેલ્વેનું ઓપરેટિંગ રેશિયો 2009-10માં 90.48 ટકા, 2009-10માં 95.28 ટકા, 2010-11માં 94.59 ટકા, 2011-12માં 94.85 ટકા, 2012-13માં 90.19 ટકા, 2013-14માં 93.6 ટકા હતો. , 2014-15માં 91.25 ટકા, 2015-15માં 90.49 ટકા, 2016-17માં 96.5 ટકા અને 2017-18માં 98.44 ટકા પર પહોંચી ગયો છે.

   કેગે રેલ્વેની ખરાબ હાલત માટે છેલ્લા બે વર્ષોમાં IBR-IAFનાં અંતર્ગત એકઠા કરવમા્ં આવેલા રૂપિયાનો વપરાશ થયો નથી તે પણ જણાવ્યું છે. રિપોર્ટમાં સલાહ આપી છે કે રેલ્વેને બાઝારમાંથી મળેલાં ફંડનો પૂરે પૂરો ઉપયોગ કરવા માટે સુનિશ્ચિત કરવામાં આવવો જોઈએ.

(7:57 pm IST)