Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

રેપના દોષિતોને કઠોર સજા કરવાની જરૂર છે

અપરાધી ૧૦ વખત વિચારે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી, તા.૨ : દિલ્હી સરકારે નિર્ભયા કેસના એક દોષિતની દયા અરજીને ફગાવી દેવાની માંગ કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, રેપ કેસના અપરાધીઓને એવી સજા મળવી જોઇએ જેના કારણે આવા કૃત્ય કરતા પહેલા અપરાધી ૧૦ વખત વિચારે. કેજરીવાલે કહ્યું હતું કે, મહિલાઓની સામે દેશમાં થઇ રહેલા અપરાધ ખુબ જ ચિંતાના વિષય તરીકે છે. કાનૂન અને વ્યવસ્થાની નિષ્ફળતા પણ છે. સમાજને પોતાની અંદર પણ જોવાની જરૂર દેખાઈ રહી છે. હૈદરાબાદમાં એક મહિલા તબીબની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી ત્યારબાદ મૃતદેહને પેટ્રોલ છાંટીને સળગાવી દેવાયો હતો. આને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી છે. દિલ્હીમાં નિર્ભયા ગેંગરેપની યાદ પણ ફરીવાર તાજી થઇ છે.

(7:47 pm IST)