Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

નાણાપ્રધાનને અર્થતંત્રનુ જ્ઞાન નથીઃ સુબ્રમણ્યમ સ્વામીનો સરકાર પર પ્રહાર

નવી દિલ્હી, તા.૨: આર્થિક મંદીની વાતનો કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારામન છેદ ઉડાવીને મોદી સરકારની આર્થિક નીતિઓનો ભલે બચાવ કરતા હોય પરંતુ ખૂદ ભાજપના જ સાંસદ અને હાવર્ડમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરનારા સુબ્રમણ્યમ સ્વામીએ એવો પ્રહાર કર્યો છે કે નાણાંપ્રધાન અર્થતંત્રને જાણતા જ નથી.સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે સરકારે ભલે આર્થિક વિકાસ દરનો આંકડો ૪.૫ ટકા જાહેર કર્યો હોય પરંતુ હું કહુ છું કે તે માત્ર ૧.૫ ટકા જ છે.નાણાંપ્રધાન નિર્મલા સિતારામન પર સીધો પ્રહાર કરતા તેઓએ કહ્યું કે નાણામંત્રી પત્રકાર પરિષદ યોજે છે ત્યારે જવાબો આપવા માટે માઈક અધિકારીઓને જ પકડાવી દ્યે છે. દેશના અર્થતંત્રમાં સમસ્યા શું છે? લોકોની ડીમાંડ તળીયે સકી ગઈ છે. સપ્લાય ભરપુર છે અને તેનો કોઈ પ્રશ્ર્ન નથી. નાણાંમંત્રીએ શું કર્યુ? કોર્પોરેટ જગત માટેનો ટેકસ દ્યટાડી દીધો. કંપનીઓએ ટેકસ રાહતના નાણાંમાંથી દેણુ ચુકવી દીધુ.

(3:58 pm IST)