Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

Tik Tok વીડિયોના બહાને યુવતિએ ચીનમાં અત્યાચાર થઈ રહેલા મુસ્લિમોની કરી વાત

મુંબઇઃ૧૭ વર્ષીય ફિરોજા અજીજ પહેલા તો વીડિયોમાં મેકઅપ ટ્યૂટોરિયલના વીડિયો દ્વારા આઈલેશિશ કર્લ કરવાની વાત કરે છે. ત્યાર બાદ તે વાત બદલી નાખે છે. તે કહે છે, પહેલા તો આઈલેશ કર્લર પકડો અને પછી પોતાના ફોન પર સર્ચ કરો કે ચીનમાં શું થઈ રહ્યું છે.તે ચીનમાં ઉઈગર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારોની વાત કરી રહી છે. તે ચીન પર આરોપ લગાવે છે કે ત્યાં ઉઈગર મુસ્લિમોને કસ્ટડીમાં રાખવામાં આવી રહ્યા છે. અજીજ કહે છે કે, મુસ્લિમોને કિડનેપ કરીને તેમના પરિવારોથી અલગ કરવામાં આવી રહ્યા છે.

અમુક મુસ્લિમોનું રેપ કરી તેમની હત્યા કરી દેવામાં આવે છે. અમુકને તો મદીરા પીવડાવી અને જબરદસ્તીથી સુંવરનું માંસ ખવડાવાઈ રહ્યું છે. સાથે જ ધર્મ બદલવા માટે પણ મજબૂર કરવામાં આવી રહ્યા છે. તો અન્ય વીડિયોમાં  જણાવે છે કે ઉઈગર મુસ્લિમોની મદદ કઈ રીતે કરી શકાશે. તે સૂડાનનું ઉદાહરણ આપે છે. જયાં પૂર્વ નેતા ઉમર અલ બશીરને હટાવી દીધા પછી સોશિયલ મીડિયાએ ત્યાં થઈ રહેલી હિંસાનો વિરોધ કર્યો હતો. જેની અસર પણ જોવા મળી હતી.

(3:40 pm IST)