Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ ૪ મહિનાથી બંધ

શ્રીનગર, તા.૨ : કાશ્મીરમાં પરિસ્થિતિમાં સુધારો થયોહોવાના દાવા વચ્ચે પમી ઓગસ્ટથી ઈન્ટરનેટ સેવાઆ ેસતત બંધ છે. અમુક સરકારી કચેરીઓઅને મોટી કંપનીઓ માટે જ આ સેવાઓચાલુ છે. આટલા લાંબા સમયથી ઈન્ટરનેટસેવાઓ બંધ છે પરંતુ સેવાઓ ક્યારે શરૂ થશે એ બાબત કંઈપણજણાવતા નથી. પત્રકારો માગણી કરી રહ્યા છે કે, અમારા વ્યવસાયને ધ્યાનમાંરાખી ઓછામાં ઓછી બીએસએનએલનીબ્રોડબેન્ડ સેવાઓ શરૂ કરવી જોઈએ. ઉચ્ચસ્તરના રાજકારણીઓ અને અલગતાવાદી નેતાઓ કસ્ટડી હેઠળ છે જેમાં બે પૂર્વમુખ્યમંત્રીઓ ઓમર અબ્દુલ્લા અનેમહેબૂબા મુફ્તી પણ છે. સરકારે સૌથી પહેલાં લેન્ડલાઈન ફોન સેવા ચાલુ કરી હતી પછીથી  પેઈડ મોબાઈલ ફોન સેવાઓ ચાલુ કરી હતી. જોકે, પ્રી-પેઈડ મોબાઈલ સેવા અને ઈન્ટરનેટ હજી પણ બંધ જ છે. અધિકારીઓએ જણાવ્યુંછે કે, અમને ભય છે કે, સ્થાપિત હિતોઈન્ટરનેટ સેવાઓનો દુરૂપયોગ કરીરાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિબગાડશે. પરિસ્થિતિની સમગ્ર સમીક્ષા કર્યાપછી જ ઈન્ટરનેટ સેવાઓ શરૂ કરવામાં આવશે. દરમિયાનમાં કાશ્મીરમાં મોટાભાગની દુકાનો અને બજારો બપોરસુધી ખુલ્લા હતા અને અમુક વિસ્તારોમાંસાંજ સુધી પણ ખુલ્લા હતા. ત્રણ મહિનાપછી પરિસ્થિતિ સામાન્ય થઈ રહી હતીએવામાં ગયા બુધવારે દુકાનદારોને ધમકીઓ અપાતા પોસ્ટરો લાગ્યા હતાએમને દુકાનો બંધ કરવા જણાવાયું હતું.

(3:40 pm IST)