Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

વારાણસીમાં ઝવેરીની દુકાને ઘરેણાં ગીરવી મૂકીને કાંદા વેચાયા

ડુંગળીની વધતી કિંમતો વિશે રવિવારે વારાણસીમાં એક વિચિત્ર પ્રદર્શન થયું હતું. એસપી કાર્યકરોએએ જવેલરીની દુકાન પર કાંદા વેચવા મૂકયા હતા. લોકોને જણાવ્યું હતું કે તમે દ્યરેણાં ગીરવી મૂકીને કાંદા ખરીદી શકો છો. એ માટે લોકોએ આધાર કાર્ડ પણ જમા કરાવવું પડશે એમ જણાવ્યું છે. દેશના અનેક ભાગોમાં કાંદાની કિંમત ૧૦૦ રૂપિયા કિલોએ પહોંચી ગઈ છે. પ્રદર્શન કરનાર એક એસપીના કાર્યકરે જણાવ્યું હતું કે કાંદાની કિંમતમાં થઈ રહેલી વૃદ્ઘિની વિરુદ્ઘમાં અમે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છીએ.

(3:25 pm IST)