Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મોદી સરકારની ટીકા કરનાર ઉદ્યોગપતિ રાહુલ બજાજને હવે BJP IT સેલ દ્વારા નિશાને લેવાયા

રાહુલ બજાજને કોંગ્રેસના ગાઢ મિત્ર તરીકે દેખાડવાનો પ્રયત્ન

મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ, પીયૂષ ગોયલ અને નિર્મલા સીતારમને હાજરી આપી હતી. તેમની સામે જ ઉદ્યોગપતિ રાહુલ બજાજે, દેશમાં ભીડ હત્યાની ઘટનાઓ, ભોપાલની સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ગયા અઠવાડિયે સંસદમાં નાથૂરામ ગોડસેની પ્રશંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

  રાહુલ બજાજે અમિતભાઈ  શાહની સામે કહ્યું હતું કે, મારા કારોબારી મિત્રોમાંથી કોઈ બોલશે નહિ. પણ હું ખુલેઆમ બોલું છું કે.. એવું વાતાવરણ બનાવવું જોઈએ, જ્યારે યૂપીએ-2 સરકાર સત્તામાં હતી, ત્યારે અમે કોઈની પણ ટીકા કરી શકતા હતા. તમે સારુ કામ કરી રહ્યા છો, તેમ છતાં અમને વિશ્વાસ નથી કે જો અમે જાહેરમાં તમારી ટીકા કરીશું તો તમે અમને પ્રોત્સાહિત કરશો.

 હવે ભાજપાની IT સેલે રાહુલ બજાજ પર નિશાનો સાધવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર ઘણાં વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં રાહુલ બજાજને કોંગ્રેસના ગાઢ મિત્ર તરીકે દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભાજપા IT સેલના પ્રમુખ અમિત માલવીયએ એક વીડિયોને ટેગ કરીને ટ્વીટ કર્યું, રાહુલ બજાજે કહ્યું હતું કે મારા માટે કોઈની પણ પ્રશંસા કરવી અઘરી છે. જો તે રાહુલ ગાંધી હોય. પોતાના રાજકીય સંબંધને જાહેરમાં પ્રદર્શિત કરો અને કોઈની પાછળ છુપાઈને આવી વાતો ન કરો કે ડરનો માહોલ છે.

(2:14 pm IST)