Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ભાજપના સાંસદ હેગડેના 40 હજાર કરોડના નિવેદન પર ફડણવીસે કર્યું ખંડન: કહ્યું કોઈ નીતિગત નિર્ણય લીધા નથી

ફડણવીસે કહ્યુ કે મારા સીએમ રહેતા કોઈ પૈસા પાછા આપવામાં આવ્યા નથી.

મુંબઈ : મહારાષ્ટ્રના 3 દિવસના સીએમ બનનાર દેવેન્દ્ર ફડણવીસ વિશે ભાજપ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત હેગડેએ ખુલાસો કર્યો છે કે ફડણવીસને એટલા માટે સીએમ બનાવવામાં આવ્યા જેથી તે લગભગ 40 હજાર કરોડ રૂપિયા કેન્દ્રને પાછા મોકલાવી શકે. હેગડેના નિવેદન પર હવે ફડણવીસે ખુલાસો કર્યો છે

   હેગડેના દાવાને નકારીને ફડણવીસે કહ્યુ કે મારા સીએમ રહેતા કોઈ પૈસા પાછા આપવામાં આવ્યા નથી. મે કાર્યવાહક સીએમ તરીકે કોઈ નીતિગત નિર્ણય લીધા નથી. બુલેટ ટ્રેનના સવાલ પર ફડણવીસે કહ્યુ કે આ પ્રોજેક્ટમાં ભૂમિ અધિગ્રહણ ઉપરાંત રાજ્ય સરકારની કોઈ ભૂમિકા નથી.

હેગડેએ કહ્યુ હતુ કે મુખ્યમંત્રી પાસે કેન્દ્ર સરકાર દ્વારા મોકલેલ 40000 કરોડ રૂપિયાના અધિકાર હોય છે અને તે આ પૈસાને સરકારની તમામ યોજનાઓ માટે ફાળવી શકે છે. ફડણવીસને એ વિશે ખબર હતી કે જો એનસીપી-શિવસેના તેમજ કોંગ્રેસની સરકાર બનશે તો આ ફંડનો અયોગ્ય ઉપયોગ થશે. હેગડેએ કહ્યુ કે કેન્દ્રના ફંડનો દુરુપયોગથી બચવા માટે આ ડ્રામા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી બનવાના માત્ર 15 કલાકની અંદર તેમણે 40000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને પાછા મોકલી દીધા.

(1:58 pm IST)