Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

પંકજા મુંડેએ Twitter પરથી ભાજપનો લોગો હટાવી લીધો

પંકજા મુંડેએ 12 ડિસેમ્બરે પોતાના સમર્થકોને મળીને કોઈ મોટી જાહેરાત કરશે

મુંબઈ : ભાજપના નેતા પંકજા મુંડેએ પોતાના ટ્વિટર પ્રોફાઈલમાંથી ભાજપનો લોગો હટાવી દીધો છે. પંકજા મુંડેએ 12 ડિસેમ્બરે પોતાના સમર્થકોને મળીને કોઈ મોટી જાહેરાત કરશે તેવી શક્યતા છે.

  આ વાતની જાણ પંકજાએ પોતાના ફેસબુક પરની એક પોસ્ટમાં કરી હતી. તેઓએ કહ્યું કે બદલાતી જતી રાજકીય પરીસ્થિતિમાં પોતાની શક્તિ ઓળખવાની જરૂર છે ત્યારે 8-10 દિવસમાં કોઈ મોટો નિર્ણય લઈ શકુ છું. ફડણવીસ સરકારમાં પૂર્વ મંત્રી પંકજા મુંડે પોતાના જ ગઢ પરલીથી ચૂંટણી હારી ગયા છે

  પંકજાને તેમના જ પિતરાઈ ભાઈ ધનંજય મુંડેએ હરાવ્યા છે. ધનંજય મુંડે હાલ ઉદ્ધવ સરકારમાં છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા ધનંજય મુંડેએ પોતાની બહેનને લગભગ 30,000 મતથી માત આપી હતી.

  ફેસબુક પોસ્ટમાં પંકજા મુંડાએ લખ્યું છે કે બદલાતા રાજકીય પરિદ્રશ્યમાં ભાવી કાર્યવાહી પર નિર્ણય લેવો જરૂરી છે. આગામી 8થી 10 દિવસમાં નક્કી કરીશ કે આગળ શું કરવું છે. કયા રસ્તે મારે ચાલવું છે. અમારી મજબૂતી શું છે તે વાત પર ધ્યાન આપવાની જરૂર છે.

(1:46 pm IST)