Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ધનવાનો સડેલા બટેટાની બોરી સમાનઃ સત્યપાલ મલીક

ગોવામાં ૫૦મા ભારતીય ફિલ્મ ફેસ્ટીવલના સમાપન સમારોહનો રાજયપાલનો વિડીયો વાયરલઃ ૧૪-૧૪ માળના મકાનના માલીકો ભારતીય સેના માટે એક રૂપિયો પણ આપતા નથી

પણજીઃ ગોવાના રાજયપાલ સત્યપાલ મલીકનો એક વીડીયો વાયરલ  થયો છે. વીડીયોમાં મલીક કહેતા દેખાય છે કે દેશમાં તો એવા-એવા લોકો છે , જેમની પાસે ૧૪-૧૪ માળના મકાન છે. પણ તેઓ એક પણ રૂપિયો ભારતીય સેના માટે દાન નથી આપતા. મલીકે વધુ જણાવેલ કે આપણે ત્યાં જે ધનવાનો છે તેને હું સડેલા બટેટાની બોરી  સમાન માનું છું.

ગોવામાં પણજીમાં ચાલી રહેલ ભારતના ૫૦મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ-૨૦૧૯ના સમાપન સમારોહમાં સામેલ થયેલ રાજયપાલ મલીકનો ત્યારનો વિડીયો છે.મલીકે જણાવેલ કે રાજસ્થાનના ઝુઝુનુ જીલ્લામાં એવા ગામ છે. જયાં દરેક ઘરની બાહર શહીદની પ્રતિમા હશે, પણ શહાદત બાદ જવાનની પત્નિ અને બાળકોને કોઇ પુછતુ પણ નથી. વિદેશોમાં બીલ ગેટ્સ સહિત કેટલાય ઉદ્યોગપતિઓ દાન કરે છે.

(1:06 pm IST)