Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

કેન્દ્રને 40 હજાર કરોડ પાછા મોકલી ફડણવીસે મહારાષ્ટ્રની જનતા સાથે દગો કર્યો: સંજય રાઉત

રાજ્યના વિકાસ માટેની રકમ કોઈની અંગત મિલ્કત નહોતી

મુંબઈ : કેન્દ્ર સરકારે આપેલા 40,000 કરોડ પાછા આપવા માટે દેવેન્દ્ર ફડનવીસ 80 કલાક માટે મુખ્ય પ્રધાન બન્યા હતા એવા ભાજપી સાંસદ અનંત કુમાર હેગડેના નિવેદન બાદ  શિવસેનાના સંજય રાઉતે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડનવીસે મહારાષ્ટ્રની પ્રજા સાથે દગાબાજી કરી કહેવાય.

 કેન્દ્રે આપેલી રકમ રાજ્યના લોકાના વિકાસ માટે હતી, કોઇની અંગત મિલકત નહોતી. એ રકમ રાજ્યના વિકાસ માટે રહેવા દેવાને બદલે ફડનવીસે દિલ્હી પાછી મોકલી આપી એ રાજ્યના લોકો સાથે કરેલી દગાબાજી ગણાય' એમ સંજય રાઉતે કહ્યું હતું.

 ફડનવીસના આ નિર્ણયની રાઉતે આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ વાત સાબિત કરે છે કે ભાજપ અમારી સાથે રમત રમી રહ્યો હતો. અમે છેક છેલ્લી ઘડી સુધી સમાધાનકારી વલણ રાખ્યું હતું પરંતુ ભાજપે છાને છપને પોતાની રમત રમ્યે રાખી હતી. ફડનવીસ મહારાષ્ટ્રના વિકાસ માટે અપાયેલી રકમ કેન્દ્રને પાછી કયા આધારે આપી શકે એવો સવાલ રાઉતે કર્યો હતો.

(12:18 pm IST)