Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

નાગપુર: બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ : હેવાનને લોકોએ લમધાર્યો : નગ્ન કરીને ગામમાં ફેરવ્યો

ચાર વર્ષની બાળકી સાથે દુર્વ્યવહાર કરનાર સહકારી બેન્કનો ડેઇલી કલેક્શન એજન્ટ

મહારાષ્ટ્રના નાગપુરમાં એક બાળકી પર બળાત્કારનો પ્રયાસ કરવા જતાં ઝડપાયેલા યુવકને લોકોએ લમધાર્યો હતો ત્યારબાદ નગ્ન કરીને સમગ્ર શહેરમાં ફેરવ્યો હતો.

 આ અંગેની વિગત મુજબ નાગપુરના પારડી વિસ્તારમાં રવિવારે ચાર વર્ષની એક બાળકી પર રેપ કરવાનો પ્રયાસ કરતાં 35 વર્ષનો એક શખ્શ ઝડપાઇ ગયો હતો. લોકેાએ એને ઢોરમાર માર્યો હતો. એ પછી એને નિર્વસ્ત્ર કરીને ચારેબાજુ ફેરવ્યો હતો. ત્યારબાદ એને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો

 . પોલીસે આપેલી માહિતી મુજબ જવાહર વૈદ્ય નામનો આ માણસ એક સહકારી બેંકના ડેઇલી કેશ કલેક્શન એજન્ટ તરીકે કામ કરે છે. એ નિયમિત રૂપે પેલી બાળકીને ત્યાં પણ ઉઘરાણી માટે જતો હતો.

રવિવારે બાળકીને એકલી જોઇને એની દાઢ સળકી હતી. એણે બાળકી સાથે ગેરરીતિ આચરવાની શરૂઆત કરી એટલામાં બાળકીની માતા આવી જતાં એણે રાડારાડ કરી એટલે વૈદ્ય ઝડપાઇ ગયો. લોકોએ પહેલાં તો એને ઢોરમાર માર્યો. પછી એના હાથ પીઠ પાછળ બાંધી દઇને એને નગ્નાવસ્થામાં શહેરમાં ફેરવ્યો હતો

(12:13 pm IST)