Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ઝારખંડમાં છેલ્લે છેલ્લે અમિત શાહની સભાઓ રદ

ઓછી ભીડ બાબતે પહેલા પણ નારાજગી વ્યકત કરી હતી

નવી દિલ્હી, તા. ર : ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઝારખંડના સિસઇ અને સિમડેગામાં રવિવારે થનાર જનસભાઓ રદ થઇ હતી, પક્ષ તરફથી જણાવવામાં આવ્યું હતું અમિત શાહે પોતાની વ્યસ્તતાના કારણે પોતાની આ ચૂંટણીસભાઓ રદ કરી છે.

જણાવાઇ રહ્યું છે કે, પક્ષના સ્થાનિક અક તરફથી આ રેલીઓની તૈયારીઓ પૂરી થઇ ચૂકી હતી . રેલી રદ થવાની સૂચના પછી સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓમાં નિરાશા જોવા મળી હતી. ભાજપાએ સિસઇમાં ીદનેશ ઉરાંવને જયારે સિમડેગામાં શ્રદ્ધાનંદને ઉમેદવાર બનાવ્યા છે. સિસઇમાં દિનેશ ઉરાંવનો મુકાબલો ઝારખંડ મુકિત મોર્ચાના જીગા મુંડા સામે છે. ઉરાંવ ઝારખંડ વિધાનસભાના સ્પીકર છે એટલે શાહની રેલીને ઉરાંવ માટે મહત્વપૂર્ણ માલવામાં આવી હતી. અમિત શાહ સોમવારે ફરી ઝારખંડમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. તેઓ પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા માટે શ્રી શાહ ચક્રધરપુરમાં જનસભા કરશે. આ ઉપરાંત તેઓ પૂર્વ સિંહભૂમના બહરાગોડામાં પક્ષના ઉમેદવારનો પ્રચાર કરશે. અહીંયા ભાજપાએ ઝામુમોમાંથી ભાજપામાં જોડાયેલા કુણાલ ષાડંગીને ઉમેદવાર બનાવ્યા છે. રાજયમાં ૪ ડીસેમ્બરે યુપીના નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્ય, કેન્દ્રીય પ્રધાન નીતીન ગડકરી અન ેભાજપા નેતા મનોજ તિવારી પણ પ્રચારાર્થે આવવાના છે. પાંચ ડીસેમ્બરે ઉત્તરપ્રદેશયોગી આદિત્યનાથ ઝારખંડમાં ઘણી ચૂંટણી સભાઓને સંબોધિત કરશે.

(11:46 am IST)