Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા બાઇકર્સ ગ્રુપને ચીખલી પાસે અકસ્માત: યુવકનું ઘટનાસ્થળે મોત

બ્રિજની દીવાલ પાસે અથડાતા બાઇક સવાર બ્રિજની નીચે પટકાતા ઘટના સ્થળે મોત

નવસારી : મુંબઈથી 10 જેટલા બાઇકર્સ રાજપીપળાના સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વેળાએ નવસારીના ચીખલી પાસે અકસ્માત થતા 20 વર્ષીય યુવાનનું મોત થતા બાઇકર્સ ગ્રુપમાં ઘેરા આઘાતની લાગણી પ્રસરી છે

 મળતી વિગત મુજબ મુંબઈના દલવી પરિવારનો એકનો એક જુવાનજોધ દીકરાનું અકસ્માતમાં પ્રાણપાંખેરૂ ઉડી જતા પરિવારમાં આભતૂટી પડ્યું છે. મુંબઇનો રહેવાસી 20 વર્ષીય સૌરભ દલવી પોતાની પુરપાટ ઝડપે બ્રિજ પર જઇ રહ્યો હતો તે સમયે કોઈ કારણોસર બ્રિજની દીવાલ પાસે અથડાતા બાઇક સવાર બ્રિજની નીચે પટકાતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

 આ ઘટનાની જાણ ચીખલી પોલીસને થતા અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. મુંબઈના દલવી પરિવારનો એકના એક જુવાન દીકરાનું અકસ્માતમાં મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.

(8:33 am IST)