Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મધ્યપ્રદેશમાં 5891 શિક્ષકોની પરીક્ષા લેવાતા 1351 નાપાસ: 16 શિક્ષકોને ઘરભેગા કરી દીધા

સરકારે 26 શિક્ષકોને ચેતવણી આપી : 20 શિક્ષકો સામે વિભાગીય તપાસ શરૂ

ભોપાલ : મધ્ય પ્રદેશમાં શિક્ષણ મંત્રીએ મોટી કાર્યવાહી કરી અને 16 શિક્ષકોને છૂટા કરી દીધા છે મધ્યપ્રદેશ સરકાર દ્વારા શિક્ષકોની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે જે શિક્ષકો પરીક્ષામાં ફેલ થઇ ગયા હતા તેમને શિક્ષણ વિભાગ દ્વારા છૂટા કરી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે

   આ શિક્ષકોને 20:50ની ફોર્મ્યૂલા એટલે કે 20 વર્ષની નોકરી અને 50 વર્ષની ઉમરની ફોર્મ્યૂલા અંતર્ગત તેમને હટાવી દેવામાં આવ્યા છે. આ પરીક્ષા એ શાળાઓમાં લેવામાં આવી હતી જ્યાં ઓછું રિઝલ્ટ આવતું હોય. જે સ્કૂલનું પરિણામ 30 ટકાથી પણ ઓછું રહ્યું હતું.

   તેવી સ્કૂલોમાં આ પ્રકારની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે કુલ 5891 શિક્ષકોએ પરીક્ષા આપી હતી જેમાંથી 1351 શિક્ષકો નાપાસ થયા છે. ત્યારબાદ ફેલ થયેલા શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવી અને ત્યાર ફરી પરીક્ષા લેવામાં આવી. છતાં પણ 84 એવા શિક્ષક હતા જેઓ 33 ટકાથી પણ ઓછા માર્ક્સ લાવ્યા અને ફેલ થયા હતા.

   બંને વખતે પરીક્ષામાં નાપાસ થયેલા 26 શિક્ષકોને ઉચ્ચ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી ચેતવણી આપી હતી. તેઓને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં મોકલવામાં આવી રહ્યા છે. તે જ સમયે, 20 વર્ષની નોકરી અથવા 50 વર્ષ જુની ફોર્મ્યુલા હેઠળ આવતા 18 શિક્ષકોમાંથી 16 બળજબરીથી નિવૃત્ત કરાયા હતા. બે શિક્ષકોના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. તે જ સમયે અન્ય 20 શિક્ષકો સામે વિભાગીય તપાસ શરૂ થઈ છે.

(9:46 pm IST)