Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મહારાષ્ટ્રમાં ભાજપે સ્પીકરપદના ઉમેદવારનું નામ પાછું ખેંચ્યું : હવે કોંગ્રેસના નાના પટોળે બિન હરીફ

મુંબઈ : મહારાષ્ટ્રમાં ભાજપે પોતાના સ્પીકર પદના ઉમેદવારનું  નામ પરત ખેંચી લીધું છે. ભાજપે આ પદ માટે કિસાન કઠોરેનું નામ પ્રસ્તાવિત કર્યુ હતું. પરંતુ આજે સ્પીકર પદની ચૂંટણી પહેલાં તેઓએ કિસાન કઠોરેનું નામ પાછુ ખેંચી લીધું છે. સવારે સાડા દશ વાગ્યા સુધીમાં નામ પરત લેવાનો સમય હતો. ભાજપે કહ્યું કે અન્ય પાર્ટીનો અનુરોધ જોતા સ્પીકર ચૂંટણી નિર્વિરોધ થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત તમામ પક્ષની બેઠક થઈ હતી અને આ નિર્ણય લેવાયો હતો. ત્યારે હવે કોંગ્રેસના ભંડારાના ધારાસભ્ય નાના પટોલે નિર્વિરોધ સ્પીકર પદે ચૂંટાશે તે નિશ્ચિત છે.

(8:29 am IST)