Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ચીન : અબજોપતિની સંખ્યા તીવ્ર મંદી છતાં પણ વધી ગઇ

સરેરાશ પાંચમા દિવસે એક વ્યકિત વધુ અમીર : છેલ્લા બે દશકના ગાળામાં ૧૩૦૦ થી વધારે અબજોપતિ : સાથે જોડાયેલા આંકમાં મૂલ્યાંકન બાદ રિપોર્ટ જારી કરાયો

નવી દિલ્હી,તા. ૯: ચીનમાં હાલમાં આર્થિક મંદી પ્રવર્તી રહી હોવા છતાં અબજોપતિની સંખ્યામાં રોકેટ ગતિથી વધારો થઇ રહ્યો છે. આંકડા દર્શાવે છે કે અન્ય દેશોની તુલનામાં અહીં વધારે ઝડપથી અબજોપતિ વધી ગયા છે.  તાજેતરના સમયમાં દર પાંચમાં દિવસે એક વ્યક્તિ અબજોપતિ બને છે. પહેલા એશિયામાં એક સપ્તાહમાં એક અબજોપતિની સ્થિતિ સર્જાઈ રહી હતી  પરંતુ હવે તેની ગતિ વધી ગઈ છે. નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દર ત્રીજા દિવસે એશિયામાં એક વ્યક્તિ અબજોપતિ બને છે. આ મામલામાં એશિયા બાકીની દુનિયાથી ખૂબ આગળ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા વર્ષે એશિયામાંથી મોટી સંખ્યામાં લોકો અબજોપતિ બન્યા હતા.

જે વર્ષ ૨૦૦૯ના ૩૫ ટકાની સરખામણીમાં બે ગણા છે. છેલ્લા બે દશકમાં ૧૩૦૦થી વધારે અબજોપતિ સાથે જોડાયેલા આંકડાના મૂલ્યાંકન બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે અબજોપતિ બનનાર એશિયાના ઉદ્યોગ સાહસિકોમાં  ચીનના ઉદ્યોગ સાહસિકો વધારે હતા. આ આંકડો છેલ્લા વર્ષે દુનિયામાં નવા અબજોપતિની સંખ્યાની સરખામણીમાં અડધાથી વધુ છે. છેલ્લા નવેમ્બર મહિનામાં ચીન સરકારે ઈનોવેશન રિફોર્મને પ્રાથમિકતાની યાદીમાં મુકી દીધા બાદ તેમાં સુધારો થયો છે.

તે વખતે તે કંપનીની સાથે સાથે મીટીંગમાં ચીની વડાપ્રધાને કહ્યું હતું કે ઉદ્યોગ સાહસિકો અને ઈનોવેશનને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. દેશમાં દરેક હિસ્સાથી આવેલા કોલેજ વિદ્યાર્થીઓને આના કારણે સ્પર્ધામાં ટકી રહેવાની તક મળશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આના પરિણામ સ્વરૂપે ચીનના ઉદ્યોગ સાહસિકોને ઝડપથી અબજોપતિ બનવા માટેનો માર્ગ મોકળો થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ અબજોપતિઓમાં આશરે અડધા ટેકનોલોજી સાથે જોડાયેલા છે. ૧૫ ટકા કન્ઝયુમર એન્ડ રીટેઈલના લોકો છે.

(3:42 pm IST)