Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

હવે પોસ્ટ બચત યોજનામાં ઓનલાઇન પેમેન્ટ કરો

ગ્રાહકોએ માત્ર એક જ વખત પોસ્ટ ઓફીસ જવું પડશે : ઘેરબેઠા પેમેન્ટ કરી શકશો

મુંબઇ, તા. ૯ : જો તમે પોસ્ટ ઓફીસની લઘુ બચત યોજનાઓમાં રોકાણ કરવા ઇચ્છતા હો તો હવે તમારે માત્ર એક જ વાર પોસ્ટ ઓફીસ જવાની જરૂર પડશે. એક વાર પોસ્ટ ઓફીસમાં આરડી, પીપીએફ અથવા સુકન્યા સમૃદ્ધિ ખાતા ખૂલી ગયા બાદ તમે તેમાં ઘેરબેઠા ઓનલાઇન નાણા જમા કરાવી શકશો.

આ સાથે તમારે એક સેવિંગ્સ એકાઉન્ટ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક (આઇપીપીબી)માં ખોલાવવાનું રહેશે, જેના દ્વારા તમે ઓનલાઇન પેમેન્ટ કરી શકશો. આઇપીપીબીના ઓનલાઇન બેન્કીંગ માધ્યમ કે તેની એપ દ્વારા તમે પોસ્ટ ઓફીસની લઘુ બચત યોજનામાં રકમ ઘેરબેઠા જમા કરાવી શકો છો. આ માટે તમારે પોસ્ટ ઓફીસ સંબંધિત જમા યોજનાનો એકાઉન્ટ નંબર અને પોસ્ટ ઓફીસના ડીપોઝીટ આઇડી (ડીઓપી)ની જરૂર પડશે. ડીઓપી બેન્ક કસ્ટમર આઇડી જેવો જ હોય છે.

આ માટે સૌ પહેલા તમે આઇપીપીબીમાં પોતાના બેન્ક ખાતા દ્વારા રકમ જમા કરાવો. ત્યારબાદ આઇપીપીબીના ઓનલાઇન બેન્કીંગના બીઓપીના ઓનલાઇ બેન્કીંગના બીઓપી પ્રોડકટ પર કિલક કરો. ત્યાર બાદ સંબંધિત યોજનાની વિગતો ફીડ કરો અને ઓનલાઇન પેમેન્ટની ફાઇનલ પ્રોસેસ પૂરી કરો. પેમેન્ટ સફળ થયા બાદ આઇપીપીબી એસએમએસ દ્વારા તેની જાણ પણ કરશે.

(3:34 pm IST)