Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

હવે સરકારી વીમા કંપનીના મર્જરની તૈયારી

નેશનલ ઓરિએન્ટલ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ અને મર્જ કરીને એક જનરલ ઇન્શ્યોરન્સ કંપની બનાવાશે : નાણામંત્રાલયે ત્રણ સરકારી વીમા કંપનીના મર્જરનો પ્રસ્તાવ કેબિનેટની મંજૂરી માટે મોકલ્યો

નવીદિલ્હી બજેટમાં પ્રસ્તાવિત ત્રણ સરકારી વીમા કંપનીઓના મર્જરને મંજૂરી મળ્યા પછી તેમાંથી બનાવનાર બનનાર કંપની દેશની સૌથી મોટી જનરલ ઇન્સ્યોરન્સ કંપની બની જશે સરકારનો ઉદ્દેશ સાર્વજનિક ક્ષેત્રની ત્રણ મોટી વીમા કંપનીઓને ભેગી કરીને એક મોટી બહેતર કંપની બનાવવાનો છે જે નાણાકીય રીતે પણ ફાયદાકારક બનશે .

પ્રાથમિક અનુમાન અનુસાર ત્રણે વીમા કંપનીઓનું પછી બનનાર કંપની ૧.૨ થી ૧.૫ લાખ કરોડના બજાર મૂલ્યાંકન સાથે દેશની સૌથી મોટી ગૈર જીવન વીમા કંપની બનશે . આનાથી ફાયદો એ થશે કે નવી કંપની ખાનગી કંપનીઓના મુકાબલે બજારમાં સારા ઉત્પાદનો મૂકવામાં સક્ષમ બનશે બેંકિંગ ક્ષેત્રમાં સરકારી બેન્કોના મર્જરની  જે કસરત કરાઇ હતી તે હવે વીમા ક્ષેત્રમાં જોવા મળશે

સરકાર ત્રણે વિમા કંપનીઓમાં પોતાના તરફથી  પણ નાણા નાખશે. જેનુ મોટુ કારણ એ છે કે મર્જર પછી મોટી કંપનીના હિસાબે જ તેની કુલ અસ્કયામતો હોવી જોઇએ. જે જરૂરી શરતો પુરી કરવા માટે જરૂરી છે. હાલના નિયમો અનુસાર , કંપનીઓની જવાબદારી સામે દોઢ ટકા રકમ વધારે રાખવાની હોય છે. અત્યારે આ કંપનીઓમાં આ અનુપાત દોઢ ટકાની જગ્યાએ એક ટકો છે. આ અનુપાતને પુરો કરવા માટે વધારાની રકમની જરૂર પડશે. એટલે સરકાર પોતાના તરફથી મુડી રોકશે.

વીમા બજારમાં હાલમાં આ ત્રણ કંપનીઓ ના કુલ ૨૦૦ ઉત્પાદનો છે .જેમાં માધ્યમથી તેમણે કુલ ૪ ૧ ૪ ૬ ૧ કરોડ રૂપિયા પ્રીમિયમ મળે છે .અને તેમની બજારમાં હિસ્સેદારી લગભગ ૩૫ ટકા છે તેમની પાસે કુલ ૪૪ હજાર કર્મચારીઓ અને ૬૦૦૦ ઓફિસો છે તેમની કુલ નેટવર્થ ૯ ૨ ૪ ૩ કરોડ રૂપિયા છે

(11:28 am IST)