Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ચીનમાં ફકત ૪૫ કોલેજોમાં એમબીબીએસનો અભ્યાસ અંગ્રેજીમાં થઈ શકશે

ભારતના ૨૧ હજાર વિદ્યાર્થીઓ ચીનમાં એમબીબીએસ ભણે છે

બીજીંગઃ ચીનમાં હવે ૨૦૦ મેડીકલ કોલેજોમાંથી માત્ર ૪૫માં જ અંગ્રેજી ભાષામાં એમબીબીએસનો અભ્યાસ કરી શકાશે. ચીન સ્થીત ભારતીય દુતાવાસ પાસેથી મળેલ માહિતી મુજબ આ ૪૫ કોલેજો સીવાય બીજી કોલેજો એવા વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપે જે અંગ્રેજી ભાષામાં એમબીબીએસ કરવા માંગે છે. ઈન્ડિયન એમ્બેસીએ પોતાની વેબસાઈટ પરથી એવી કોલેજોનું લીસ્ટ પણ હટાવી લીધુ છે. જયાં અંગ્રેજીમાં શિક્ષણ નથી અપાતુ, જેથી  કોઈ ભ્રમ ન રહે.

હાલ ચીનમાં કુલ ૨૩ હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જેમાંથી ૨૧ હજાર એમબીબીએસ કરે છે. ચીનની યુનિર્વસીટીઓમાં સૌથી વધુ એશીયાના વિદ્યાર્થીઓ એમબીબીએસ કરવા જાય છે. અહીં અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલીયાની તુલનામાં ફી ઓછી છે.

(11:27 am IST)