Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રાફેલ-એફ-૧૬માં કોણ ક્યાં

રાફેલને કોઇપણ મિશન પર મોકલી શકાય છે

પેરિસ, તા. ૮ : ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહને આજે ફ્રાંસના પાટનગર પેરિસમાં આયોજિત ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમમાં પ્રથમ રાફેલ ફાઇટર જેટ વિમાન સોંપી દેવામાં આવતા આને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. રાફેલને મેળવવા માટે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ પોતે વાઇસ ચીફ માર્શલ હરજીતસિંહ અરોરા સાથે ફ્રાંસના બોર્ડોક્સ સ્થિત એરબેઝ પહોંચ્યા હતા જ્યાં હેન્ડઓવર કાર્યક્રમ હેઠળ તેમને પ્રથમ રાફેલ જેટ સોંપવામાં આવ્યું હતું. બોર્ડોક્સ પહોંચ્યા બાદ રાફેલનું નિર્માણ કરનાર કંપની દસા એવિએશનના સીઈઓ એરિક ટ્રેમ્પિયર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાફેલ જેટ અને પાકિસ્તાની એફ-૧૬ વિમાનમાં કોણ કેટલું તાકાતવર છે તે નીચે મુજબ છે.

રાફેલ વિમાનની તાકાત

*   રાફેલ એક એવું યુદ્ધ વિમાન છે જે દરેક મિશન ઉપર મોકલી શકાય છે

*   એક મિનિટમાં ૬૦૦૦૦ ફૂટની ઉંચાઈ સુધી જઇ શકે છે

*   વિમાનની ફ્યુઅલ ક્ષમતા ૧૭૦૦૦ કિલોગ્રામની છે

*   રાફેલ જેટ દરેક પ્રકારના હવામાનમાં એક સાથે અનેક કામ કરવામાં સક્ષમ છે જેથી તેને મલ્ટીરોલ ફાઇટર વિમાન કહેવામાં આવે છે

*   વિમાનમાં સ્કાલ્પ મિસાઇલો છે જે હવાથી જમીન ઉપર ૬૦૦ કિમી સુધી ત્રાટકવામાં સક્ષમ છે

*   રાફેલની પ્રહાર કરવાની ક્ષમતા ૩૭૦૦ કિલોમીટરની છે જ્યારે સ્કાલ્પની રેંજ ૩૦૦ કિમીની છે

*   આ વિમાન એન્ટી શીપ એટેકથી લઇને પરમાણુ હુમલા, ક્લોઝ એરસપોર્ટ અને લેસર ડાયરેક્ટ લોંગરેંજ મિસાઇલ હુમલા કરી શકે છે

*   રાફેલ વિમાન ૨૪૫૦૦ કિલો સુધી વજન લઇ જવામાં સક્ષમ છે અને ૬૦ કિલોમીટરની ઉંડાણ વધારાની ફરી શકે છે

*   તેની ગતિ ૨૨૨૩ કિલોમીટર પ્રતિકલાકની છે

પાકિસ્તાની એફ-૧૬ વિમાનની તાકાત

*   પાકિસ્તાની એફ-૧૬ વિમાન ૪૨૨૦ કિમી સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે

*   રાફેલની ગતિ ૧૯૧૨ કિલોમીટર પ્રતિકલાકની છે જ્યારે એફ-૧૬ની ગતિ ૧૪૭૦ કિલોમીટર પ્રતિકલાકની છે

*   પ્રથમ એફ-૧૬ વિમાન ૧૯૭૩માં બન્યુ હતુ જ્યારે રાફેલ ૧૯૮૬માં બન્યું છે

*   એફ-૧૬માં એઇમ-૧૨૦ સી મિસાઇલો છે જે ૮૦ કિલોમીટર સુધી ત્રાટકી શકે છે

*   એફ-૧૬ વિમાનનું વજન ૯. ટન છે જ્યારે તે માત્ર ૨૧.૭ ટન વજન લઇને ઉંડાણ ભરી શકે છે

(12:00 am IST)