Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસ્યા: પતિનું ગળુ દબાવ્યું તો પત્નીએ દેખાડી બહાદુરી:ઉભી પૂંછડીએ ભાગ્યા ચોર

તામિલનાડુના તિરુનેલવેલીમાં ફાર્મહાઉસમાં લૂંટારૃઓએ વૃદ્ધ દંપતી પર કર્યો હુમલો ;વિડિઓ વાયરલ

તમિલનાડુના તિરૂનેલવેલીમાં લૂંટારૂના હુમલાનો એક વીડિયો સામે આવ્યો છે. લૂંટારૂ તિરૂનેલવેલીમાં આવેકા એક ફાર્મહાઉસમાં લૂંટના ઈરાદે આવ્યા હતા. જોકે, વૃદ્ધ દંપતિએ લૂંટારૂ પર કરેલા હુમલાથી લૂંટારૂઓને ફરાર થવાની ફરજ પડી હતી

  . લૂંટારૂઓએ પહેલા વૃદ્ધ શખ્સ પર હુમલો કર્યો હતો જોકે, વૃદ્ધ મહિલાએ લૂંટારૂઓને જોઈને તેના પર હુમલો કર્યો હતો. જેથી લૂંટના ઈરાજે આવેલા લૂટારૂ ફરાર થયા હતા. ત્યારે લૂંટારૂના હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ છે.. લૂંટની ઘટના બાદ વૃદ્ધ દંપતિએ આ મામલે પોલીસ ફરિયાદ પણ કરી છે. પોલીસે સીસીટીવી મેળવી લૂંટારૂની શોધખોળ પણ શરૂ કરી છે.

(1:06 pm IST)