Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

અમેરિકાના ન્યુજર્સીમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૃઃ યુનાઇટેડ રિષભના ઉપક્રમે આગામી તા. ર૭ તથા ર૮ સપ્ટે. ૪ તથા પ અને ૧૧ તથા ૧ર ઓકટો. ર૦૧૯ ના રોજ થનારી ઉજવણીઃ એડિસન મુકામે સૌથી મોટા ગણાતા આ ઉત્સવમાં સંપૂર્ણ સલામતિ અને ફ્રી પાર્કીગની સુવિધા સાથે ગરબે ઘુમવા અગાઉથી ટિકિટ બુક કરાવી લેવા અનુરોધ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી ઃ યુ.એસ.માં ન્યુજર્સીનો સૌથી મોટો ગણાતો વાઇબ્રન્ટ  નવરાત્રિ મહોત્સવ 97 સનફિલ્ડ એવ. એડિસન મુકામે આગામી ર૭ તથા ર૮ સપ્ટે. તેમજ ૪ તથા પ ઓકટો અને ૧૧ તથા ૧ર ઓકટો. ર૦૧૯ ના રોજ યોજાશે.

યુનાઇટેડ રિષભના ઉપક્રમે યોજાનારા આ નવરાત્રિ મહોત્સવમાં કાર્પેટ સગવડ સાથે તથા સજજડ બંદોબસ્ત અને સલામતિ સાથે વિનામૂલ્યે પાર્કીગ સુવિધા સહિત ગરબે ઘુમવાની વ્યવસ્થા કરાઇ છે.

નવરાત્રિમાં રાસ-ગરબાનો આનંદ માણવા ઇચ્છુકોને અગાઉથી બુકીંગ કરાવી લેવાથી ટિકિટની ફીમાં વળતરનો લાભ મળશે. જે શુક્રવારે  ૧૦ ડોલર તથા શનિવાર ૧ર ડોલર છે. જે લીમીટેડ સંખ્યામાં તથા લીમીટેડ દિવસો માટે રાખવામાં આવી છે. (રાત્રે ૧૧ વાગ્યા પછી પ્રવેશની કોઇ ખાત્રી નથી) તેમજ સ્થળ ઉપર ટિકિટની ફી ૧ર ડોલર તથા ૧પ ડોલર રહેશે. VIP  ટિકિટ માટેની ફી શુક્રવારે રપ ડોલર તથા શનિવારે ૩૦ ડોલર રાખવામાં આવી છે જેમાં સ્ટેજની નજીક બેસવાની તથા રાસ લેવાની સગવડ મળશે તથા VIP લોન્જમાં મહાલવાનો લાભ મળશે.

અગાઉથી ટિકિટ બુક કરાવવા માટે SULEKHA.C0M  દ્વારા સંપર્ક સાધવાનો રહેશે. ૪૦ ઇંચથી વધુ હાઇટ ધરાવતા બાળકોની ટિકિટ લેવાની રહેશે.

મહોત્સવમાં બુથ, બેનર્સ, તથા સ્પોન્સરશીપ માટે શ્રી નિલેશ દાસોન્ડી 732-979-4512 અથવા શ્રી લવ પટેલનો કોન્ટેક નં. 732-770- 2561 દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે.

(9:16 pm IST)
  • વડોદરા જવાનો માર્ગ ખુલી ગયો : સૌરાષ્ટ્રના વડોદરા જતા પ્રવાસીઓ માટે બગોદરાથી વટામણ ચોકડી તારાપુર ચોકડી થઇને જતો રસ્તો આજે ખુલી ગયો છે. સાબરમતી પુલ પરથી તારાપુર તરફ જવાય છે. જો કે આ રસ્તો આગળ ખરાબ હોવાનું અને બગોદરાથી થોડે આગળ ખેડા તરફના રસ્તે વડોદરા જવુ વધુ સુગમતા ભર્યું હોવાનું જાણકારો કહે છે. access_time 3:40 pm IST

  • પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા સમિતિઓને આવકવેરા વિભાગે નોટિસો ફટકારી ;તૃણમૂલ કોંગ્રેસે ધરણા શરુ કર્યા ;દુર્ગા પૂજા સમિતિઓને નોટિસ મોકલવાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા મધ્ય કોલકાતામાં આઠ કલાકના ધરણા access_time 1:10 am IST

  • મહિલાઓ મેકઅપ પાછળ ૮૬ લાખ વાપરી નાંખે છે : ૫૭% તો બહારજ નથી નિકળતી :દર વર્ષમાં એક પુખ્ત વયની મહિલા ૨૦૦૦ પાઉંડ તેમજ સપ્તાહમાં ૪૦ પાઉન્ડનો ખર્ચ કરે છે access_time 3:30 pm IST