Gujarati News

Gujarati News

News of Sunday, 28th July 2019

રેલવે તરફથી ભાડામાં વધારો કરવાની હાલમાં કોઈ યોજના નથી: પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલે રેલ ભાડામાં વધારાની સંભાવનાને રદિયો આપતા જણાવ્યું કે રેલવે તરફથી ભાડામાં વધારો કરવાની હાલમાં કોઈ યોજના નથી. તેઓએ સ્પષ્ટ કર્યું કે વર્તમાન સમયમાં ડિઝલની કિમંતમાં વધારાના કારણે ભાડા વધારા બાબતે કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી.

પીયૂષ ગોયલે જણાવ્યું કે વર્ષોથી રેલવે તરફથી ડિઝલના વપરાશમાં ઘટાડો થઈ રહ્યો છે કેમકે તે ઈલેક્ટ્રિક ટ્રેકશન તરફ વધી રહ્યો છે અને 2022 સુધી 100 ટકા ઇલેક્ટ્રિકકણની યોજના છે. પીયૂષ ગોયલે આ નિવેદન કોંગ્રેસ નેતા બી.કે.હરિપ્રસાદના એ સવાલના જવાબમાં આપ્યું જેમાં તેઓએ રેલ મંત્રી પાસે જવાબ માંગ્યો હતો કે પેટ્રોલિયમ ઉત્પાદોની અસ્થિરતાની અસર યાત્રી તેમજ માલા ભાડા પર પડશે કે નહિ.

આ મહિનાની શરૂઆતમાં બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ તેમજ ડીઝલ પર પ્રતિ લીટર એક રૂપિયા ઉત્પાદ શુલ્ક તેમજ સેસ વધારવાનો પ્રસ્તાવ રજૂ કરતા અનુમાન મુજબ રેલ ભાડામાં વધારો થવાની શંકા પ્રબળ બની. રેલવે દેશમાં ડીઝલનું ત્રીજું સૌથી મોટું ઉપભોક્તા છે પરંતુ તે ઝડપી ગ્રીન એનર્જી તરફ વધી રહ્યું છે. ગોયલે આ પહેલા કહ્યું હતું કે સાર્વજનિક ટ્રાંસપોર્ટર પોતાની ઉર્જા જરૂરતો માટે દેશની કુલ વીજ વપરાશના આશરે 1.27 ટકા તેમજ ડીઝલનો ત્રણ ટકા ઉપયોગ કરે છે.

(12:49 pm IST)