Gujarati News

Gujarati News

News of Sunday, 28th July 2019

આજે રાજનાથસિંહ મોઝામ્બિક અને રાષ્ટ્રપતિ બેનિન-ગેમ્બિયાના પ્રવાસે

નવી દિલ્લીઃ આફ્રિકી દેશો સાથેના લશ્કરી સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે. આ કડીમાં સરંક્ષણ મંત્રી રાજનાથસિંહ મોઝામ્બીક જવા રવાના થશે. બીજી તરફ ચીન આફ્રિકી દેશો સાથે સતત પોતાની રણનૈતિક હિસ્સેદારી વધારવા પર જોર આપી રહેલ છે. ચીનના પ્રભાવને ધ્યાને લઇ ભારત પણ આફ્રિકાના પોતાના સહયોગી મિત્ર રાષ્ટ્રો સાથે રણનીતિક સંબંધોને ગાઢ બનાવવા પર જોર આપી રહ્યું છે.

રાજનાથસિંહ મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સરંક્ષણ મંત્રી અને વિદેશ મંત્રી સાથે વિવિધ મુદે વિસ્તૃત ચર્ચા કરશે. દરમિયાન રામનાથ કોવિંદ બેનીન અને ગેમ્બિયાના પ્રવાસે જવા આવતી કાલે રવાના થશે. તેમના પ્રવાસનો ઉદેશ પશ્ચિમી આફ્રિકાના વિકાસ અને સુરક્ષા ક્ષેત્રમાં સહયોગ વધારવાનો છે.

(11:47 am IST)