Gujarati News

Gujarati News

News of Sunday, 28th July 2019

" તમારા દેશમાં પાછા જાવ " : અમેરિકાના કેલિફોર્નિઆમાં આવેલા શીખ ગુરુદ્વારાના પૂજારી ઉપર હુમલો : બારી બારણાં તોડી ઘરમાં ઘુસી મારઝૂડ કરી

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિઆમાં આવેલા શીખ ગુરુદ્વારાના પૂજારી અમરજીત સિંહ  ઉપર વંશીય હુમલો થયાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.સાન ફ્રાન્સિસ્કોથી 100 માઈલ આવેલા ગુરુદ્વારામાં ગુરુવારે રાત્રે બનેલી આ ઘટના અંગે સાંસદ જોશ હાર્ડરએ જણાવ્યું હતું કે  હું શીખ સમુદાયના મિત્રો સાથે છું. દરેક અમેરિકી નાગરિકએ ભેદભાવરહિત, ધાર્મિક સ્વતંત્રતા વાળું વર્તન કરવું જોઈએ.  આ હુમલા માટે માટે જવાબદાર લોકોની તપાસ કરવી જોઈએ.આ બાબત  લઘુમતી સમુદાય વિરોધી હિંસા ગુનાનો જ એક ભાગ છે. આ ફક્ત એક લઘુમતી સમુદાય પર હુમલો નહીં પણ તમામ લઘુમતી-શીખ, લેટિન, મુસ્લિમ, એલજીબીટીક્યૂ અને અન્યના વિરોધમાં પણ હુમલો છે.તેમ જણાવ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:45 pm IST)