Gujarati News

Gujarati News

News of Sunday, 28th July 2019

GOPIO સેન્ટ્રલ જર્સી ચેપ્ટરના ઉપક્રમે ૮ ઓગ.૨૦૧૯ના રોજ સેમિનારઃ ટેકસ પ્લાનીંગ,વિલ,બિઝનેસ પ્લાનીંગ સહિતના વિષયો ઉપર શ્રી નિલ શાહના માર્ગદર્શનની તકઃ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેનાર તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં ''ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિયલ ઓફ ઇન્ડિયન ઓરીજીન (GOPIO) સેન્ટ્રલ ન્યુજર્સી ચેપ્ટરના ઉપક્રમે ૮ ઓગ.૨૦૧૯ના રોજ લીગલ, ટેકસ, તથા ફાઇનાન્શીઅલ સ્ટ્રેટેજીકસ વિષય ઉપર સેમિનારનું આયોજન કરાયું છે.

અમ્બર રેસ્ટોરન્ટ, સાઉથ બ્રન્સવીક, ન્યુજર્સી મુકામે યોજાનારા આ સેમિનારનો સમય સાંજે ૭ વાગ્યાથી શરૂ થશે. જેમાં મુખ્ય વકતા તરીકે લીગલ ટેકસ તથા ફાઇનાન્શીઅલ બાબતોના નિષ્ણાંત શ્રી નિલ શાહ હાજરી આપશે. આ સેમિનારમાં અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેનાર તમામ માટે વહેલા તે પહેલાના ધોરણએ વિનામૂલ્યે પ્રવેશ છે.

સેમિનારમાં અપાનાર માર્ગદર્શનમાં ટેકસ પ્લાનીંગ,વિલ,ટ્રસ્ટ તથા એસ્ટેટ પ્લાનીંગ, એસેટ પ્રોટેકશન પ્લાનીંગ, બિઝનેસ પ્લાનીંગ, ઇન્કમ ટેકસ, એલ્ડર લો, મેડીકલ પ્લાનીંગ, રીટાયરમેન્ટ પ્લાનીંગ, ફાઇનાન્સ,લીગલ, તથા ટેકસ વિષયક બાબતોની ચર્ચા કરાશે. તથા ટેકસ બચાવી આર્થિક સમૃધ્ધિ વધારવા માર્ગદર્શન અપાશે.

ઉલ્લેખનીય છે કે GOPIO સેન્ટ્રલ જર્સી ચેપ્ટરના ૧૦ વર્ષ પૂરા થવા નિમિતે ૨૦૧૮ની સાલમાં ૧૦મા વર્ષની ઉજવણી નિમિતે જુદા જુદા ક્ષેત્રો જેવા કે મેડીસીન, લીગલ, બિઝનેસ, પબ્લીક સર્વિસ સહિતના શ્રેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર કોમ્યુનીટી મેમ્બર્સને એવોર્ડ આપી નવાજવા માટે ભોજન સમારંભનું આયોજન કરાયું હતું. ઉપરાંત ઓકટો. ૨૦૧૮માં ન્યુયોર્ક મુકામે કોન્યુલેટ જનરલ ઓફિસ ખાતે હેલ્થ સમીટનું આયોજન કરાયું હતું. જેનો અનેક લોકોએ લાભ લીધો હતો.

૧૯૮૯ની સાલમાં સ્થપાયેલ GOPIO વિશ્વ ક્ષેત્રે વસતા ભારતના લોકોના માનવ અધિકારો માટે લડત ચલાવે છે વિશેષ માહિતી માટે www.gopio-nj.org દ્વારા અથવા ડો.તુષાર પટેલના કોન્ટેક નં.૮૪૮-૩૯૧-૦૪૯૯ દ્વારા સંપર્ક શ્રી તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

(8:39 pm IST)