Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ચાલુ બસમાં ડ્રાઇવરને આવ્યો એટેક, મરતા પહેલા ર૭ ગુજરાતીઓને બચાવ્યા

ઉત્તરકાશી,તા.૧૫: ગંગોત્રી ધામના દર્શન કરીને પરત ફરી રહેલી એક બસના ડ્રાઇવરને ચાલુ બસમાં જ હ્દય રોગનો હુમલો આવી ગયો હતો. ઉત્તરકાશીથી પરત ફરી રહેલી બસના ડ્રાઇવરની ભટવાડી ખાતે અચાનક તબિયત બગડી હતી. પોતાની સાથે કંઇક અજુગતું થઈ રહ્યાનું પામી ગયેલા ડ્રાઇવરે એક પણ પળનો વિચાર કર્યા વગર બસને રસ્તાની બાજુમાં પાર્ક કરી દીધી હતી. બસ બાજુમાં ઉભી રહેતા જ તે બેભાન થઈ ગયો હતો. ત્યાંથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બસમાં ગુજરાતના ૨૭ જેટલા યાત્રાળુઓ સવાર હતા.  મળતી માહિતી અનુસાર મંગળવારે સાંજે ગુજરાતના સુરતથી ૨૭ જેટલા યાત્રાળુઓ એક બસમાં ગંગોત્રીથી ઉત્તરકાશી પરત ફરી રહ્યા હતા. ઉત્તર કાશીથી ૨૮ કિલોમીટર દૂર ભટવાડી ખાતે બસના ડ્રાઇવર ભરતસિંહ પવાર (૪૩ વર્ષ)ની તબિયત બગડી હતી. જે બાદમાં ડ્રાઇવરે એક સુરક્ષિત  જગ્યાએ બસને ઉભી રાખી દીધી હતી. બાદમાં તેની તબિયત વધારે  બગડવા લાગી અને તે બેભાન બની  ગયો  હતો. બસમાં સવાર લોકોએ  સ્થાનિકોની મદદથી તેને  હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જયાં તેમનું મૃત્યુ થયું હતું. મૃતક ડ્રાઇવર ભરતસિંહ પવાર ઋષિકેષના નિવાસી હતા. તેઓ યાત્રાળુઓની બસના ડ્રાઇવર હતા. આ બનાવ બાદ યાત્રીકોએ મીડિયા સાથે વાતચીત કરતા ડ્રાઇવરે પોતાનો જીવ બચાવ્યાનું કબૂલ કર્યું હતું.

(9:10 pm IST)
  • ગોંડલના ચરખડી પાસે આકાશ જીનીંગ મીલમાં ભભૂકી : આગની ઘટનાની જાણ થતા ગોંડલ-જેતપુરના ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા :જીનીંગ મીલમાં પડેલા કપાસના જથ્થામાં આગ ભભૂકી ઉઠવાનું કારણ અકબંધ: access_time 8:59 pm IST

  • ગુજરાતના તમામ જિલ્લા-શહેરમાં વોન્ટેડ બુટલેગરનો કબ્જો વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે મેળવશે : રાજસ્થાન અને મધ્ય પ્રદેશને બેઈઝ બનાવી ગુજરાતભરમાં રાજકોટ સહિત વિવિધ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરવાના ગુન્હામાં વોન્ટેડ એવા વિજુ સિંધીનો કબ્જો રાજસ્થાનથી મેળવવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કાર્યવાહી શરૂ કરાવી હોવાનું બહાર આવ્યુ છે. વિજુ સિંધી આમ તો દોઢ વર્ષથી વડોદરામાં ફરકયો નથી access_time 3:22 pm IST

  • ઘંટેશ્વરમાં જીલ્લા કોર્ટ સંકુલ અંગે હાઈકોર્ટની ટીમ રાજકોટમાં: સર્વે શરૂ : ઘંટેશ્વર સર્વે નં. ૧૪૦માં નવુ અદ્યતન જીલ્લા કોર્ટ સંકુલ બનાવવા અંગે આજે હાઈકોર્ટના જજો અને તેમની ટીમ રાજકોટ આવી છે, કલેકટર તંત્રના સર્કલ ઓફિસર દ્વારા જમીન અંગે માહિતી અપાઈઃ કુલ ૧૫ એકર જગ્યા અગાઉ પ્લાન મુકાયા છેઃ આજે સર્વે-સમીક્ષા બાદ નવા બિલ્ડીંગ અંગે નિર્ણય લેવાશે access_time 3:29 pm IST