Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

સૌથી વધુ પ્રદુષણ ધરાવતા વિશ્વના 10 શહેરોમાં ભારતના 7 : પ્રથમ ક્રમે દિલ્હી નજીક આવેલું ગુરગ્રામ

ન્યુદિલ્હી : ગ્રીનપીસ સાઉથઇસ્ટ એશિયાએ જાહેર કરેલા 2018 ની સાલના વિશ્વના સૌથી વધુ પ્રદુષિત 30 શહેરો પૈકીના પ્રથમ 10 માંથી 7 શહેરો ભારતના છે.જેમાં સૌથી પ્રથમ ક્રમે દિલ્હી નજીક આવેલું ગુરગ્રામ છે.આ 10 શહેરોમાં ગુરગ્રામ ઉપરાંત  ગાઝિયાબાદ ,ફરીદાબાદ ,ભિંવડી ,નોઈડા ,પટના તથા લખનૌનો સમાવેશ થાય છે.કુલ જાહેર કરાયેલા 30 શહેરો પૈકી 22 ભારતમાં આવેલા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:20 pm IST)