Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ઇમરાન ઉદાર હોય તો મસુદને અમને સોંપે

આતંકવાદ વિરૂધ્ધ પાક કાર્યવાહી ન કરે ત્યાં સુધી વાતચીત નહિ

નવી દિલ્હી તા. ૧૪ : વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એક કાર્યક્રમ દરમ્યાન પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જયાં સુધી પાકિસ્તાન આતંકવાદની વિરૂદ્ઘ કોઇ કાર્યવાહી કરતું નથી. ત્યાં સુધી તેમની સાથે કોઇ વાતચીત થઇ શકે નહીં. તેમણે કહ્યું કે આતંક અને વાતચીત સાથે-સાથે ચાલી શકે નહીં. સુષ્મા સ્વરાજે કહ્યું કે જો પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન આટલા જ ઉદાર છે તો મસૂદ અઝહરને ભારતને કેમ સોંપતા નથી.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બુધવારના રોજ કહ્યું કે પુલવામા હુમલા બાદ તેમણે કેટલાય દેશોને અવગત કરાવી દીધા કે ભારત, પાકિસ્તાનની સાથે સ્થિતિને બગડવા દેવાશે નહીં. પરંતુ એ દેશથી કોઇ પણ હુમલો થયો તો તેઓ ચુપ રહેશે નહીં. મોદી સરકારની વિદેશ નીતિ પર એક થિંક ટેન્કને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે પાકિસ્તાનને ચિંતા છે કે ભારત સ્થિતિને ખરાબ કરશે અને આ મુદ્દા પર કેટલાય વિદેશ મંત્રીઓની સાથે તેમનો સંવાદ થયો.

તેમણે કહ્યું કે મને વિદેશ મંત્રીઓના કાઙ્ખલ આવે છે, તેઓ સૌથી પહેલાં પુલવામા હુમલા પર શોક પ્રકટ કરે છે પછી એકજૂથતા પ્રકટ કરે છે અને ત્યારબાદ તેઓ ધીરેથી કહે છે કે અમને લાગે છે ભારત સ્થિતિને ખરાબ કરશે નહીં. સ્વરાજે કહ્યું કે તેના પર મારો જવાબ રહે છે- નહીં. હું તમને આશ્વસ્ત કરું છું કે ભારત સ્થિતિને ખરાબ કરશે નહીં. પરંતુ કોઇપણ આતંકી હુમલો થયો તો અમે ચુપ બેસીશું નહીં કારણ કે પુલવામા હુમલાને અમે અમારી નિયતિ કહી શકીએ નહીં.

'ઇન્ડિયાઝ વર્લ્ડ : મોદી ગવર્નમેન્ટસ ફોરેન પોલિસી' પર વાતચીતમાં તેમણે કહ્યું કે પાકિસ્તાને આઇએસઆઇ અને પોતાની સેના પર નિયંત્રણ કરવાની જરૂર છે. જે વારંવાર દ્વિપક્ષીય સંબંધોને બરબાદ કરવા પર તુલા છે. તેમણે કહ્યું કે અમે આતંકવાદ પર વાત ઇચ્છતા નથી, અમે તેના પર કાર્યવાહી ઇચ્છીએ છીએ. આતંક અને વાતચીત સાથે-સાથે થઇ શકે નહીં.

સ્વરાજને ભારત દ્વારા બાલાકોટમાં જ કરાયેલ ભારીતય એરપોર્ટ કાર્યવાહી પછી પાકિસ્તાની પલટવાર અંગે પણ પ્રશ્ન પૂછાયો. તેના પર તેમણે કહ્યું કે ભારતે ખાસ કરીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાને નિશાન બનાવ્યું. તેમણે કહ્યું કે જૈશની તરફથી પાકિસ્તાની સેનાએ અમારા પર હુમલો કેમ કર્યો? તમે માત્ર જૈશને તમારી જમીન પર પોષી રહ્યા નથી પરંતુ તેને નાણાંકીય પોષણ પણ આપી રહ્યા છો અને જયારે પીડિત દેશ પ્રતિરોધ કરે છે તો તમે આતંકી સંગઠનની તરફથી તેના પર હુમલો કરો છો. તેમણે કહ્યું કે જો ઇમરાન ખાન (પાકિસ્તાની વડાપ્રધાન) આટલા ઉદાર છે અને રાજનય છે તો તેમણે મસૂદ અઝહરને સોંપી દેવો જોઇએ.

વિદેશ મંત્રી એ કહ્યું કે ભારતના પાકિસ્તાન સાથે સારા સંબંધ હોઇ શકે છે ચોક્કસ પાડોશી દેશ 'પોતાની જમીન પર આતંકી ગ્રૂપની વિરૂદ્ઘ કાર્યવાહી કરે.'(૨૧.૧૦)

(10:36 am IST)
  • અમેરિકા ભારતમાં છ અણુ પાવર પ્લાન્ટ બનાવશે : બંને દેશો સહમત : અસૈન્ય પરમાણુ સહયોગને મજબૂત બનાવવાની દિશામાં સમજૂતિ કરાશે access_time 4:11 pm IST

  • કેન્દ્ર સરકારે એમ આર કુમારને એલ આઈ સી ના નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે.જ્યારે ટીસી સુશીલ કુમાર અને વિપિન આનંદની મેનેજિંગ ડિરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. access_time 10:31 am IST

  • કલેકટરનો ખાસ પરિપત્રઃ જનરલ શાખાનું હવેથી નવું નામ ''ખાસ'' શાખા રહેશે : રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ જનરલ શાખાનું નામ ફેરવ્યું: હવેથી ''ખાસ'' શાખા તરીકે ઓળખાશેઃ રાજય સરકારની તમામ કચેરીઓ લીધી સંપર્કમાં છેઃ જીલ્લાની દરેક કચેરીને આ પ્રમાણે નવા નામથી પત્ર વ્યવહાર કરવા પણ આપેલી સુચના... access_time 3:36 pm IST