Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં નવરાત્રીમાં માતાજીના મંદિરને ૪ કરોડ રૂપિયા અને ૪ કિલો સોનાથી શણગાર

વિશાખાપટ્ટનમઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં નવરાત્રી દરમિયાન એક દેવી મંદિરને અનોખી રીતે સુશોભિત કરવામાં આવ્યું છે. જેને લઈને આ મંદિરની ચર્ચા વિશાખાપટ્ટનમ શહેરમાં ઠેર ઠેર થઈ રહી છે. આ મંદિરને 4.5 કરોડની રોકડ અને 4 કિલોના સોનાથી સજાવવામાં આવ્યું છે. વાસવી કન્યકા પરમેશ્વરી દેવનું મંદિર અનેક શ્રદ્ધાળુઓને આકર્ષી રહ્યું છે.

4 કિલોના આભુષણ

મંદિરમાં માતાજીની પ્રતિમાને સોનાના આભુષણથી સુશોભિત કરાય છે. જેમાં 4 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માતાજીની મૂર્તિની પાછળ અને મંદિર પરિસરમાં 4.5 કરોડની રોકડથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. દર વર્ષે નવરાત્રી દરમિયાન માતાજીનો શણગાર કરવામાં આવે છે. આ મંદિર 130 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ મંદિરની ચર્ચા થઈ રહી છે.

ગર્ભગૃહમાં પણ નવી કંરસી

મંદિરના ગર્ભગૃહમાં પણ નવી કરંસીની નોટના બંડલથી સજાવટ કરવામાં આવી છે. આ ઉપરાંટ ચલણી નોટનું તોરણ બનાવીને મંદિર મુખ્ય દ્વાર પર લાગવવામાં આવ્યું છે. સાંજના સમયે તથા સવારે આરતી વખતે મોટી સંખ્યામાં ભક્તો આ મંદિરમાં દર્શનાર્થે આવે છે.

(12:00 am IST)