Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

પ્રમોશનમાં અનામતનો માર્ગ મોકળો : બોલ હવે રાજ્યોની કોર્ટમાં

સુપ્રિમ કોર્ટનો મહત્વનો ફેંસલો : રાજ્ય સરકારો ઇચ્છે તો પ્રમોશનમાં અનામત આપી શકે છે

નવી દિલ્હી તા. ૨૬ : એસસી/એસટીને પ્રમોશનમાં અનામત પર સુપ્રીમ કોર્ટે તેનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં પ્રત્યક્ષ રીતે પ્રમોશનમાં અનામતને ફગાવી દીધું છે અને આ મુદ્દાને રાજ્યો પર છોડી દીધો છે. કોર્ટે કહ્યું કે, મેં રાજ્ય સરકારો ઇચ્છે તો તેઓ પ્રમોશનમાં અનામત આપી શકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની તે અરજી ફગાવી કે જે એસસી-એસટીને અનામત આપવામાં તેની કુલ આબાદી પર વિચાર કરવામાં આવે. કોર્ટે સાથે જ કહ્યું કે, પ્રમોશનમાં અનામત આપવા માટે સરકારને એસસી અને એસટીના પછાત વર્ગના આધાર પર ડેટા એકત્રિત કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે નાગરાજ મામલે ૨૦૦૬માં આપેલા તેના નિર્ણય પર ફરી વિચારણા કરવાનો પણ ઇન્કાર કર્યો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ૨૦૦૬માં નાગરાજ મામલે આપેલા આ નિર્ણયને સાત સભ્યોની પીઠ પાસે મોકલવાની જરૂરીયાત નથી. જેમાં એસસી-એસટીને નોકરીઓમાં પ્રમોશનમાં અનામત આપવા માટે શરતો નક્કી કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે તે નિર્ણય યોગ્ય છે અને તેના પર ફરીથી વિચાર કરવાની જરૂરીયાત નથી. પાંચ સભ્યોવાળી સંવિધાન પીઠે સર્વસંમતિથી આ નિર્ણય સંભળાવ્યો. ઉલ્લેખનીય છે કે, પ્રમોશનમાં અનામત લાગુ કરવામાં સૌથી મોટી સમસ્યા પછાત વર્ગનું અધ્યયન બની રહ્યું હતો. જો સંશોધનની જરૂર નથી તો સરકાર સરળતાથી કરી શકશે.

નિર્ણય સંભળાવતા જસ્ટિસ નરીમને કહ્યુ કે નાગરાજ મામલે સુપ્રીમ કોર્ટે આપેલો નિર્ણય યોગ્ય હતો. આથી આના પર ફરી વીચારણા કરવી યોગ્ય નથી. એટલેક ફરી ૭ જજોની ખંડપીઠને મોકલાવવી જરૂરી નથી. રાજય સરકાર ઈચ્છેતો સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામત આપી શકે છે. પ્રમોશન આપતા પહેલા આંકડા રજૂ કરવા પડશે.ઙ્ગ એટલે કે જો રાજય સરકાર ઈચ્છે તો આરક્ષણ આપી શકે છે અને ન ઈચ્છે તો આરક્ષણ ન આપે. કોર્ટે એવું પણ કહ્યું છે કે, પ્રમોશન માટે ડેટા ભેગો કરવો જરૂરી નથી

સુપ્રીમ કોર્ટે જણાવ્યુ છે કે એ સ્પષ્ટ છે કે નાગરાજ કેસમાં જે સંજોગો હતા તેવા હોવા જોઈએ. પણ એક રાહત એ છે કે રાજયના પછાત વર્ગના લોકો અને સરકારી નોકરીઓમાં ડેટા મેળવવો જરૂરી નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજયની દલીલો સ્વીકારી લીધી છે.

સુપ્રીમ કોર્ટે આપેલા આ ચુકાદાને કેન્દ્ર સરકાર ઝાટકા સમાન લઈ શકે છે. આ પહેલા કેટલીયે વાર આ પક્ષમાં પોતાની દલીલ રજૂ કરી ચુકી છે. પહેલા પણ સરકારે SC/ST સમુદાયનો આક્રોશ ભોગવી રહી છે. એવામાં કોર્ટનો આ આદેશ સરકારની ચીંતામાં વધારો કરે તે સ્વાભાવીક છે. ૨૦૦૬માં સુપ્રીમકોર્ટે ૫ જજોની સંવિધાન પીઠમાં સરકારી નોકરીઓમાં પ્રમોશન પર અનામત મામલે નિર્ણય આપ્યો હતો. એ વખતે કોર્ટે કેટલીક શરતો સાથે આ પ્રકારની વ્યવસ્થાને યોગ્ય ગણાવ્યો હતો. જો કે ૧૨ વર્ષબાદ પણ નતો કેન્દ્રએ કે ન રાજય સરકારે એ આંકડાઓ આપ્યા, પણ કેટલાક રાજયોમાં તો સરકારી પ્રમોશનમાં અનામતને લઈને કાયદો પસાર કરવામાં આવ્યો હતો.

(3:06 pm IST)