Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

એડલ્ટરી કાનૂન : અરજીને રદ કરવા કેન્દ્રની તર્કદાર દલીલો

એડલ્ટરીના ગુના માટે મહિલાને પણ પુરુષ સમાન ગણવા અરજી : સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેન્દ્ર તરફથી રજૂઆત : કલમ ૪૯૭ લગ્ન જેવી સંસ્થાને સપોર્ટ કરે છે અને તેમની સલામતી માટે છેઃ કેન્દ્ર સરકાર

નવીદિલ્હી,તા. ૧૧ : કેન્દ્ર સરકારે આજે એવી અરજીને ફગાવી દેવાની માંગ કરી છે જેમાં કલમ ૪૯૭ની કાયદેસરતાને પડકાર ફેંકીને રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ મુદ્દાને પહેલાથી જ લો કમિશન જુએ છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આઈપીસીની કલમ ૪૯૭ હેઠળ એડલ્ટરીના મામલામાં પુરુષોને દોષિત જણાવવાના મુદ્દા ઉપર સજા આપવા માટેની જોગવાઈ છે જ્યારે મહિલાઓને સજા કરવાની જોગવાઈ નથી. આવી સ્થિતિમાં આ કાયદો ભેદભાવવાળો રહેલો છે. આને લઇને આ કાયદાને બિનબંધારણીય જાહેર કરવામાં આવે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું  હતું કે, સામાજિક ફેરફારને ધ્યાનમાં લઇને ઝેન્ડર સમાનતા અને આ મામલામાં આપવામાં આવેલા અગાઉના અનેક ચુકાદાઓને ફરીથી ધ્યાનમાં લેવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વવાળી બેંચે આ મામલાને પાંચ જજની બંધારણીય બેંચને સોંપી દેવામં આવ્યો છે અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ રજૂ કરવા માટે માંગ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી અને એવી અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં એડલ્ટરીના ગુના માટે પુરુષ અને મહિલાને એકસમાનરીતે પાત્ર ગણવાની માંગ કરવામાં આવી છે. ઇન્ડિયન પીનલ કોડની કલમ ૪૯૭ હેઠળ હાલમાં આ ક્રાઇમ માત્ર પુરુષો માટે લાગૂ છે જે તેમના પત્નિ નહીં હોવા છતાં મહિલા સાથે સેક્સ સંબંધો સ્થાપિત કરે છે. સુપ્રીમ કોર્ટે તર્કદાર દલીલોને વિસ્તારપૂર્વક સાંભળી હતી. કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, અરજી ફગાવી દેવામાં આવે. આમા એમ પણ કહેવામાં આવ્યું છે કે, કલમ ૪૯૭ લગ્ન જેવી સંસ્થાને સમર્થન આપે છે અને તેને સુરક્ષા પણ આપે છે. જે જોગવાઈને પડકાર ફેંકવામાં આવ્યો છે તેને ખુબ જ બુદ્ધિથી તૈયાર કરવામાં આવેલી જોગવાઈ છે જેથી લગ્ન જેવી સંસ્થાને રક્ષણ આપી શકાય છે. આ કાયદા ભારતીય સમાજની સંસ્કૃતિ અને માળખાને જોઇને તૈયાર કરાયા છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર લોકોની દલીલ હતી કે, મહિલાઓને અલગરીતે જોઈ શકાય નહીં. કારણ કે, આઈપીસીની કોઇપણ કલમમાં વિરોધાભાષની સ્થિતિ નથી. લો કમિશન દ્વારા આ સમગ્ર મામલામાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેના અંતિમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહ છે. આ કાયદાને ઝેન્ડર ન્યુટ્રલ બનાવીને જો મહિલાઓ પર એડલ્ટરીકા કેસ ચલાવવામાં આવશે તો લગ્નના સંબંધો કમજોર થશે અને સંબંધો તુટશે. આ સંદર્ભમાં કમિટિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, કાયદાનો ઇરાદો છે કે, લગ્ન જેવી સંસ્થાઓને બચાવી લેવામાં આવે. આવી સ્થિતિમાં અરજીને ફગાવી દેવામાં આવે. કારણ કે, તેમાં કોઇ મેરિટ જેવી ચીજ નથી. અત્રે નોંધનીય છે કે, આઈપીસીની કલમ ૪૯૭ની જોગવાઈ હેઠળ પુરુષોને અપરાધી ગણવામાં આવે છે જ્યારે મહિલાઓ વિક્ટીમ તરીકે ગણાવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર લોકોની દલીલ હતી કે, મહિલાઓને અલગરીતે જોઇ શકાય નહીં. કારણ કે, આઈપીસીની કોઇપણ કલમમાં ઝેન્ડર વિષમતાઓ નથી. એડલ્ટરીસે સંબંધિત કાયદાકીય જોગવાઈની ગેરબંધારણીય જાહેર કરવાને લઇને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારીને જવાબ આપવા માટે કહ્યું હતું. અરજી કરનાર લોકોની દલીલ હતી કે, આઈપીસીની કલમ ૪૯૭ હેઠળ જે જોગવાઈ છે તે પુરુષો સાથે ભેદભાવ કરે છે. જો કોઇ પરિણિત પુરુષ કોઇ અન્ય પરિણિત મહિલા સાથે તેની સહમતિથી સંબંધો સ્થાપિત કરે છે તો આવા સંબંધ બનાવનાર પુરુષોની સામે મહિલાના પતિ એડલ્ટરીકા કેસ કરી શકે છે પરંતુ સંબંધ બનાવનાર મહિલાની સામે કેસ દાખલ કરવાની કોઇ જોગવાઈ નથી.

કલમ ૪૯૭માં પુરુષ સાથે ભેદભાવ કરાયાની દલીલ

મહિલા સામે કોઇ કેસ નહીં

         નવીદિલ્હી, તા. ૧૧ : એડલ્ટરીના ક્રાઈમના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં તર્કદાર દલીલો કરવામાં આવી છે. અરજી કરનારનું કહેવું છે કે, આઈપીસીની કલમ ૪૯૭ હેઠળ જે કાયદાકીય જોગવાઈ છે તે પુરુષોની સાથે ભેદભાવ કરે છે. જો કોઇ પરિણિત પુરુષ કોઇ અન્ય  પરિણિત મહિલા સાથે સહમતિ સાથે સંબંધો સ્થાપિત કરે છે તો આવા સંબંધ બનાવનાર પુરુષની સામે મહિલાના પતિ એડલ્ટરી કેસ દાખલ કરી શકે છે પરંતુ આવા સંબંધ બનાવનાર મહિલાની સામે કેસ દાખલ કરવાની કોઇ જોગવાઈ નથી જે દર્શાવે છે કે, આ કાયદાની જોગવાઈમાં ફેરફાર છે જેથી આ જોગવાઈને બિનબંધારણીયરીતે જાહેર કરવામાં આવે તે જરૂરી છે.

૪૯૭ મુદ્દે કેન્દ્રનું વલણ

લગ્નની સંસ્થાનું રક્ષણ થાય છે

         નવીદિલ્હી, તા. ૧૧ : કેન્દ્ર સરકારે આજે એવી અરજીને ફગાવી દેવાની માંગ કરી છે જેમાં કલમ ૪૯૭ની કાયદેસરતાને પડકાર ફેંકીને રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ મુદ્દાને પહેલાથી જ લો કમિશન જુએ છે. કેન્દ્ર સરકાર તરફથી કલમ ૪૯૭ના સંદર્ભમાં કઇ રજૂઆત કરાઈ છે તે નીચે મુજબ છે.

*      કેન્દ્ર સરકાર તરફથી રજૂ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, અરજી રદ કરવામાં આવે

*      કલમ ૪૯૭ લગ્ન જેવી સંસ્થાને સપોર્ટ કરે છે અને તેને મજબૂત બનાવે છે

*      જે જોગવાઈને પડકાર ફેંકવામાં આવી છે તે જોગવાઈ ખુબ જ વિચારીને બનાવવામાં આવી છે

*      લગ્ન જેવી સંસ્થાને બચાવવાના હેતુ આમા રખાયા છે

*      આ જોગવાઈ ભારતીય સમાજની સંસ્કૃતિ અને માળખાને ધ્યાનમાં લઇને તૈયાર કરાઈ છે

*      આઈપીસીની કલમ ૪૯૭ની જોગવાઈ હેઠળ પુરુષોને અપરાધી ગણવામાં આવે છે જ્યારે મહિલાને વિક્ટીમ તરીકે ગણવામાં આવે છે

૪૯૭ મુદ્દે અરજીમાં શું

મહિલા દાયિત્વથી છટકી ન શકે

         નવીદિલ્હી, તા. ૧૧ : કેન્દ્ર સરકારે આજે એવી અરજીને ફગાવી દેવાની માંગ કરી છે જેમાં કલમ ૪૯૭ની કાયદેસરતાને પડકાર ફેંકીને રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ મુદ્દાને પહેલાથી જ લો કમિશન જુએ છે. અરજી કરનાર તરફથી દલીલ બાજી શું થઇ છે તે નીચે મુજબ છે.

*      મહિલાઓને અલગરીતે જોઈ શકાય નહીં. કારણ કે, આઈપીસીની કોઇપણ કલમમાં વિરોધાભાષ નથી

*      કલમ ૪૯૭ની જોગવાઈને ખતમ કરવા માટેની જરૂર છે

*      કલમ ૪૯૭ હેઠળ જે કાયદાકીય વ્યવસ્થા છે તે ભેદભાવ દર્શાવે છે

*      કોઇ પરણિત પુરુષ કોઇ અન્ય પરણિત મહિલાની સાથે સહમતિ સાથે સંબંધ બનાવે છે તો આવા સંબંધ બનાવનાર પુરુષ સામે મહિલાના પતિ કેસ કરી શકે છે પરંતુ સંબંધ બનાવનાર મહિલા સામે કેસ કરવાની જોગવાઈ નથી જે ભેદભાદ દર્શાવે છે

*      જો બંને પારસ્પરિક સંબંધ બનાવે છે તો મહિલાને જવાબદારીમાંથી છટકવાની મંજુરી મળી શકે નહીં

           *        બંધારણની કલમ ૧૪, ૧૫ અને ૨૧નો ભંગ છે

(7:43 pm IST)